
ગુમલા,ઝારખંડમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. લગ્નમાંથી પરત ફરી રહેલી પિક-અપ વાન પલટી જતા દુલ્હનના માતા-પિતા સહિત ૫ લોકોના મોત થઈ ગયા છે. આ અક્સમાતમાં ૨૮ લોકો ઘાયલ થયા છે જેમાં ૧૨ની હાલત ગંભીર છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પિકઅપ વાનમાં ક્ષમતા કરતા વધુ લોકો સવાર હતા. આ પિક-અપ વાનમાં કુલ ૫૫ લોકો સવાર હોવાની માહિતી મળી રહી છે. ઘાયલોને સારવાર અર્થે ગુમલા સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના ગુમલા જિલ્લાની છે. ગુમલાના જરડા ગામ નજીક ૫૫ લોકોથી ભરેલ પિક-અપ વાન પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ૫ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. ઘાયલ થયેલા ૧૧ લોકોની હાલત ગંભીર છે. મળતી માહિતી પ્રમાણે વાહનમાં સવાર લોકો ડુમરીના સારંગડીહમાં યુવતીના લગ્ન કરાવીને કટારી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.