ગરબાડા, ઝરીબુઝર્ગ ગામે ગ્રામ પંચાયત વિભાજન માટે સભા યોજાઈ હતી. જેમાં ગ્રામસભા વિભાજન માટે 90, વિભાજન ન કરવા 390ની બહુમતી મળતા ગ્રામ પંચાયતનુ વિભાજન ન કરવા ઠરાવ થયો હતો.
ઝરીબુઝર્ગ ગામની ગ્રામ પંચાયત વિભાજન માટે ગ્રામજનો દ્વારા માંગ ઉભી થઈ હતી. જેને લઈ ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે એ.ટી.ડી.ઓ.મહેશભાઈ પટેલ, જિલ્લા સભ્ય કમલેશભાઈ માવી, તલાટી આર.સી.ડામોર, ગ્રામ પંચાયત વહીવટદારની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી. જે ગ્રામસભામાં વહીવટદાર દ્વારા ગ્રામ પંચાયત વિભાજનનો એજન્ડા રજુ કરાયો હતો. જેમાં ગ્રામ પંચાયત વિભાજન કરવા 90 અને વિભાજન ન કરવા માટે 390ની બહુમતી થતાં ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતનુ વિભાજન ન કરવા માટે બહુમતી મળતા ગ્રામ પંચાયત વિભાજન ન કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો.