ઝાલોદ, આદિવાસીઓમા સામાજીક એકતા, જાગરૂકતા અભિયાનને લઈ તારીખ 9 ઑગસ્ટ વિશ્ર્વ આદિવાસી દિવસથી આદિવાસી ગણનાયક બીરસા મુંડાના ગામ અલીહાતું ઝારખંડ થી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા ઝારખંડ ,છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં ફરવાની છે. આ યાત્રા 54 દિવસની છે. આ આદિવાસી યાત્રા 2 ઓક્ટોબરના દિવસે સાબરકાંઠા જીલ્લાના વિજયનગરના દઢગાવ ખાતે પૂર્ણ થનાર છે.
આદિવાસી સુરક્ષા યાત્રા 19-09-2023 મંગળવારના રોજ ઝાલોદ મુકામે પહોંચી હતી. આ યાત્રા મુવાડા ઝાલા વસૈયા ચોક થી થઈ ડીજે સાથે નીકળી હતી. આ યાત્રા રાજસ્થાનના વિસ્તારોમાં જવા માટે નીકળી હતી.