ઝાલોદ ખાતે થી ઉપડી દાહોદ ડિસા સરકારી વાહનના બસ ચાલકે અચાનક બસ ચલાવતા ચલાવતા સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા ઝાલોદથી અંદાજીત 5 કિ.મી અતંરમા બસ ખાડામા ખાબકી હતી. બસમા સવાર મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. આ રસ્તા પર અવારનવાર અકસ્માતો સર્જાયા કરે છે. ગત વર્ષે પણ અહિ સરકારી બસનો મોટો અકસ્માત સર્જાયો હતો, તેવું સાંભળવા અને જાણવા મળે છે. આ ઘટના ઝાલોદ થી સુખસર વેલપુરા ખાતે સર્જાઇ હતી. તેમજ બસમા મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ત્યારે બસની બારી માથી મુસાફરો સહીસલામત બહાર નિકળી આવતા મુસાફર પોતાનો જીવ બચાવા પામ્યો હતો.