ઝાલોદ પંચાલ સમાજની મહિલાઓ દ્વારા કેવડા ત્રીજની પૂજા અર્ચના પુરા ભક્તિભાવ ભર્યા વાતાવરણમાં કરી હતી. પંચાલ સમાજની સહુ મહિલાઓ વિશ્વકર્મા મંદિરે ભેગા થઈ ધાર્મિક વિધિ વિધાન મુજબ પૂજા કરી હતી. કેવડા ત્રીજ (હરતાલિકા ત્રીજ)નું મહત્વશાસ્ત્રો અનુસાર કેવડા ત્રીજનું વ્રત કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ મળે છે. આ સાથે સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
અખંડ સૌભાગ્યની કામના માટે સ્ત્રીઓ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ત્રીજે કેવડા ત્રીજનું વ્રત કરે છે. આ દિવસ શંકર ભગવાન અને પાર્વતી માતાની પૂજાનું વિશેષ મહત્વ છે. સારા વરની પ્રાપ્તિ માટે અપરણિત ક્ધયાઓ પણ આ વ્રત રાખે છે. એવું માાનવામાં આવે છે કે, શિવજીને પતિ સ્વરૂપ મેળવવા પાર્વતીજીએ આ વ્રત કર્યું હોવાનું માનવામાં આવે છે. ભાદરવા સુદ ત્રીજ એટલે કે, આજે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં કેવડા ત્રીજનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ભાદરવા સુદ ત્રીજના એકમાત્ર દિવસે મહાદેવને કેવડો અને પુષ્પ અર્પણ કરવામાં આવે છે. જેને લઈને આ ત્રીજ શિવ ભક્તો માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. શિવપુરાણની રૂદ્ર સંહિતાના પાર્વતી ખંડમાં કેવડાનું પુષ્પ અને કેવડાનો અભિષેક શિવજી પર માતા પાર્વતીએ ઉગ્ર તપ કર્યા બાદ અર્પણ કર્યો હતો. ત્યાર બાદ દેવાધીદેવ મહાદેવ માતા પાર્વતીને પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું.