ઝાલોદ,
ઝાલોદ પંચાલ મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા સમગ્ર દાહોદ જિલ્લાના મહિલા મંડળોનુ જિલ્લા મહિલા ભજન સંમેલનનું આયોજન આજરોજ 02-03-2023 ગુરૂવારના રોજ વિશ્ર્વકર્મા મંદીર ઝાલોદ મુકામે રાખવામાં આવ્યું હતું. આ ભજન સંમેલનમાં ઝાલોદ, લીમડી, દાહોદ, સુખસર, સંજેલી,જેસાવાડા, ફતેપુરાની મહિલા મંડળ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યું હતું.દિપ પ્રાગટ્ય ઉપસ્થિત સહુ મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલ હતું. ત્યારબાદ આમંત્રિત સહુ મહિલા મંડળ દ્વારા ખૂબ સુંદર મજાના ભજનોની રમઝટ બોલાવામાં આવી હતી. તેમજ ફાગ ઉત્સવ નિમિત્તે સહુ મહિલાઓ પુષ્પો અને ગુલાલની છોળો ઉછાળી ફાગ ઉત્સવ મનાવ્યો હતો. દરેક વિસ્તાર માથી આવેલ મહિલા મંડળો ભજન કરતા નાચતા ઝૂમતા જોવા મળતા હતા. સહુ લોકો એ એકત્રિત થઈ ભગવાન કૃષ્ણ સાથે ભજન કરતા કરતા હોળી રમી હતી. આખો વાતાવરણ ભક્તિ થી તરબોળ જોવા મળતો હતો. દરેક મહિલાઓના ચહેરા પર ફાગ ઉત્સવ સાથે ભજન અને હોળી રમ્યાનો અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. સાંજે સહુ લોકોએ ભેગા થઈ આરતી કરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને ઉપસ્થિત સહુ લોકોએ સાથે મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો.
ઝાલોદ પંચાલ સમાજની મહિલા મંડળ દ્વારા અવારનવાર ધાર્મિક રીતે સામાજિક આયોજન થતાં રહે છે. વિશ્ર્વકર્મા મંદીર મહિલા મંડળ દ્વારા દર વર્ષે ફાગ ઉત્સવ ઉજવવામાં આવે છે. મહિલા મંડળ દ્વારા પાંચ વિશ્ર્વકર્મા મંદિરે ધ્વજનો પ્રોગ્રામ, આનંદનો ગરબો તેમજ દર મહિનાનો અમાવાસ્યાની આરતી જેવા પ્રોગ્રામ કરતા રહે છે, તેમજ વિવિધ વિસ્તારોમાં સમાજને આમંત્રિત કરી પ્રોગ્રામ ભવ્ય રીતે ઉજવતા હોય છે. જેથી સમાજના દરેક લોકો વચ્ચે તાલમેલ બેસે અને કાયમ નાના મોટા કામોમાં સંગઠિત થઈ સામાજિક એકતા દર્શાવી શકે. આ પ્રોગ્રામમાં પંચાલ મહિલા મંડળના આમંત્રણનું માન આપી દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા અને દાહોદ નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભજનનો લ્હાવો પણ લીધો હતો.
ઝાલોદ પંચાલ સમાજ મહિલા મંડળના પ્રમુખ ભાનુબેન, ઉપપ્રમુખ નિલેશ્ર્વરીબેન,સહમંત્રી જોશનાબેન આ પ્રોગ્રામમાં હાજર રહેલ હતા. તેમજ કારોબારી મંડળની દરેક મહિલાઓ હાજર રહેલ હતી. આ પ્રોગ્રામમાં દાહોદ જિલ્લા પ્રગતિ મંડળના તમામ આગેવાનો હાજર રહેલ રાજેશભાઇ, સુરેશભાઈ, હસમુખભાઈ, બાબુભાઇ તેમજ ઝાલોદ મંદિરના આગેવાન અગ્નેશભાઈ, અનિલભાઈ, દિલીપભાઈ તેમજ મંદીર કમિટીના સભ્યો અને મહારાજ નારાયણભાઈ હાજર રહેલ હતા. આ પ્રોગ્રામમાં સુંદર મજાનો ઢોલ વગાડી જીતેન્દ્ર માળી એ સહુનું મન જીતી લીધું હતું. આમંત્રણને માન આપી પધારેલ દરેક આગેવાનોને સ્મૃતિ ચિન્હ આપવામાં આવેલ હતા.