ઝાલોદ વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ ભગવા ગ્રૂપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ ની હાજરીમાં યોજાઇ

ઝાલોદ,

ઝાલોદ નગરમાં બજરંગ દળ, વિશ્ર્વ હિન્દુ પરિષદ તેમજ ભગવા ગૃપ દ્વારા નગર પાલિકાના લાલ મેદાન ખાતે પ્લાસ્ટિક બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. બિસ્માર હાલતમાં પડેલ લાલ મેદાનની સાફ સફાઈ આયોજકો દ્વારા કરાવવામાં આવી અને ક્રિકેટ રમવા માટે ગ્રાઉંડ ચોકખું કરવામાં આવ્યું હતું. આખા ગ્રાઉન્ડ ભગવા ઝંડા વચ્ચે લહેરાતું ખૂબ જ સુંદર લાગતું હતું.

ભગવા ગ્રૂપ તરફથી યોજાયેલ પ્લાસ્ટિક બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પહેલા દિવસે મુખ્ય મહેમાન તરીકે, ડી.વાય.એસ.પી પટેલ અને પી.એસ.આઇ રાઠવા હાજર રહ્યા હતા. આમંત્રિત સહુ મહેમાનોનું સ્વાગત ભગવા ગ્રુપના આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્લાસ્ટિક બોલ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરતા પહેલા બસી બોય ડાંસ સ્ટુડિયોના સ્ટુડન્ટ દ્વારા ભારત કા બચ્ચા બચ્ચા બોલે જય શ્રી રામ તે ગીત પર ડાન્સ કરી હાજર રહેલ સહુ લોકોનું મન જીતી લીધું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકોને રોકડ ઇનામ આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બાળકો દ્વારા કરેલ ડાન્સ બાદ જય શ્રીરામનાં નારાથી આખું લાલ મેદાન ગુંજી ઉઠયું હતું.

લાલ મેદાન ખાતે પોલીસ સ્ટાફ અને વણઝારા ઈલેવન વચ્ચે ડી.વાય.એસ.પી પટેલ દ્વારા ટોસ ઉછાળવામાં આવ્યો. જેમાં પોલીસ સ્ટાફે ટોસ જીતી ફિલ્ડીંગ લીધી હતી. ત્યાર બાદ ડી.વાય.એસ.પી દ્વારા ગ્રાઉંડ પર ક્રિકેટ રમી મેચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વણઝારા ઈલેવન દ્વારા પહેલી બેટિંગ લઈ દસ ઓવરમાં 72/8 વિકેટ પર પૂરો થયો હતો. જવાબમાં પોલીસ ઈલેવન દ્વારા 6 ઓવરમાં 73/4 કરવામાં આવતા પોલીસ સ્ટાફ ટીમ વિજેતા થઈ હતી.

ભગવા ગૃપ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સતત કોમન્ટ્રી રાજેશ પંચાલ દ્વારા કરવામાં આવી હતી અને અમ્પાયર તરીકે મનીષ પંચાલ અને વિજય પરમાર દ્વારા સેવા આપવામાં આવી હતી. આખી મેચમાં દર્શકો દ્વારા સુંદર સહકાર આપી માહોલ ક્રિકેટમય કરી દીધું હતું.