ઝાલોદ વિધાનસભા બેઠક માટે કોંગે્રસના ઉમેદવારની જાહેરાત સાથે કોંગે્રસમાં ભારે આક્રોશ


દાહોદ,
દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 130 ઝાલોદ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ર્ડા. મિતેશ ગરાસીયાના નામની જાહેરાત કરતાંની સાથેજ ઝાલોદ તાલુકા કોંગ્રેસમાં ભારે આક્રોશ સાથે કોંગ્રેસ આલમમાં અંદરો અંદર હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ ફેલાવા પામ્યો છે અને ઝાલોદ તાલુકામાં કોંગ્રેસ સમિતિ ભારે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે ર્ડા.મિતેશ ગરાસીયાની ટીકીટ રદ કરવામાં આવે નહીં તો આવતીકાલે સવારે 11.00 કલાકે સમગ્ર ઝાલોદ તાલુકાના કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સામુહિક રાજીનામા આપશે તેવી ચીમકી પણ ઉચ્ચારતાં વિધાનસભાની ચુંટણી પુર્વે ઝાલોદ તાલુકામાં કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે. મિતેશ ગરાસીયાની ટીકીર જો રદ કરવામાં નહીં આવે તો ચુંટણી પહેલા ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિમાં ગાબડુ પડવાની શક્યાતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગઈકાલે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતમાં વિધાન સભાના ટીકીટના દાવેદારોની પ્રથમ લીસ્ટ બહાર પાડી ટીકીટની ફાળવણી કરી હતી. ત્યારે આ લીસ્ટમાં દાહોદ જિલ્લાના 130 વિધાનસભામાં ર્ડા. મિતેશ ગરાસીયાને ટીકીટ આપી હોવાની જાહેરાત થતાંની સાથેજ ઝાલોદ તાલુકામાં કોંગ્રેસ સમિતિમાં ભારે આક્રોશ સાથે નારાજગી ફેલાઈ જવા પામી હતી. ઝાલોદ કોંગ્રેસ સમિતિમાં અંદરો અંદર ભારે આક્રોશ જોવા મળ્યો હતો. યુથ કોંગ્રેસના આગેવાનના જણાવ્યાં અનુસાર, ર્ડા. મિતેશ ગરાસીયાના વેવાઈ જે ભાજપમાં જોડાઈ ચુંટણી લડી રહ્યાં છે અને ભાજપના સાંઢ ગાંઢથી મળેલા એવા લોકોને વારંવાર આવા લોકોને ટીકીટ આપવામાં આવી રહી છે. વારંવાર પ્રદેશ નેતૃત્વને, જિલ્લા નેતૃત્વને, પ્રભારીને અનેકવાર રજુઆત કરવા છતાંય કોંગ્રેસ દ્વારા એક હથ્થુ શાસન ચલાવવામાં આવી રહ્યું છે અને પોતાની મનમાની કરવામાં આવી રહી છે. પહેલી લીસ્ટમાં ર્ડા. મિતેશ ગરાસીયાને ફાઈનલ કરી દેવામાં આવ્યાં છે. જેનો અમારો સખ્ત વિરોધ છે, અમારા પાયાના કાર્યકર્તાઓની જાણ બહાર મધ્ય ગુજરાતના પ્રભારી ઉષાબેન નાયડુ દ્વારા ટીકીટ ફાઈનલ કરવામાં આવી છે જે ર્ડા. મિતેશ ગરાસીયાને જે ટીકીટ આપી છે. જે પરત લેવામાં નહીં આવે તો આવતીકાલે તમામ સંગઠનોના હોદ્દેદારો, હારેલા, જીતેલા સરપંચ, તાલુકાના તમામ નાનાથી લઈ મોટા કાર્યકર્તાઓ સામુહિક રાજીનામા ધરી દેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ત્યારે બીજી તરફ મધ્ય ગુજરાતના કોંગ્રેસના પ્રભારી ઉષાબેન નાયડું દ્વારા નાણાંની લેવડ દેવડ કરી ર્ડા. મિતેશ ગરાસીયાને ટીકીટ ફાળવવામાં આવી હોવાના આક્ષેપો પણ ઝાલોદ કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં આ પ્રકરણ કેવા પ્રકારનું રૂપ ધારણ કરશે તે જોવાનું રહ્યું.