ઝાલોદ વિધાનસભામાંં ત્રિપાંખીયો જંંગ ખેલાશે

દાહોદ,

દાહોદ જિલ્લાની ઝાલોદ વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ થવાના એંધાણો વર્તાઈ રહ્યાં છે. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં ઝંપલાવતાં આ વખતે ફરીવાર ભાજપની ઝાલોદની વિધાનસભાની બેઠક પર જીત મેળવવી મુશ્કેલી લાગી રહી છે. હાલ પણ ક્યાંકને ક્યાંક ભાજપની આંતરીક જુથ બંધીમાં કલેશ કકળાટને પગલે ભાજપને ફટકો પડી શકે તેવી ચર્ચાઓ પણ વહેતી થવા પામી છે.

ઝાલોદ વિધાનસભાની વાત કરીએ તો ઝાલોદ વિધાનસભામાં ધારાસભ્ય એવા ભાવેશ કટારાએ ભાજપનો ખેંસ તો ધારણ કર્યો પરંતુ તેઓના મતદારો પણ આ વખતે ક્યાંકને ક્યાંક મુંઝવણમાં મુકાઈ ગયાં છે કે કોને મત આપવો અને કોને નહીં બીજી તરફ ભાજપ દ્વારા હાલ ઝાલોદ વિધાનસભાને કબજે કરવા એડીજોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ઝાલોદ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા અંદરખાને ખુબ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ખુલ્લેઆમ મેદાનમાં ઉતરી પ્રચાર પ્રસાર પુરજોશમાં કરી રહી છે, પરંતુ ભાજપ માટે આ વખતની બેઠક પણ મળવી મુશ્કેલી સાબીત થનાર હોવાની ચર્ચાઓ વહેતી થવા પામી છે. કારણ કે, આમ આદમી પાર્ટી તરફ આ વખતે મતદારો ખેંચાઈ રહ્યાં છે. નવી પાર્ટી અને નવા ઉમેદવારને મોકો આપવા ઝાલોદના મતદારોમાં મનોમંથન ચાલી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ઝાલોદ વિધાનસભા બેઠક પર ભાજપ – કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટીનો મહત્વનો રોલ રહેનાર છે. આમ આદમી પાર્ટીના ઝંપલાવવાથી ભાજપ અને કોંગ્રેસને બંન્નેને નુકસાન થવાના એંધાણો વર્તાઈ રહ્યાં છે. મતોની સરસાઈ પણ કપાઈ શકે છે.