ઝાલોદ 130 વિધાનસભામાં મતદાન કરી 100 વર્ષના માંજી એ લોકશાહીનો પર્વ ઉજવ્યો

ઝાલોદ,

લોકશાહીનો ઉત્સવ એટલે મતદાન…. બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ 130 ઝાલોદ વિધાનસભાની ચૂંટણીમાં 100 વર્ષના માતાજી દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. પાર્વતીબેન નારણભાઈ પટેલ જેઓ ઝાલોદ મુવાડા ખાતે તળાવ ફળિયામાં રહે છે તેમના આધાર કાર્ડ મુજબ તેમની જન્મ તા.20-02-1922 છે તે મુજબ તેમની ઉમર 100 વર્ષની થાય છે. 100 વર્ષના માજી દ્વારા તેમના પરિવારના સભ્યો સાથે મતદાન કરવા માટે તેમના મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. પાર્વતીબેનના ચહેરા પર મતદાન કર્યાનો અનેરો ઉત્સાહ જોવાતો હતો તેમણે આ ઉમરમાં મતદાન કરી લોકશાહીના ઉત્સવને સાચા અર્થમાં સાર્થક કરી હતી. તેમને મતદાન કરતા જોતા લોકમાં પણ મતદાનને લઈ ઉત્સાહ વધ્યો હતો.