ઝાલોદ વિધાનસભા ભાજપના ઉમેદવારના પ્રચાર માટે અમીત શાહે કર્યા ક્રોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા

દાહોદ,

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આજરોજ ગૃહમંત્રી અમિત શાહ આવ્યાં હતાં અને ઝાલોદ મત વિસ્તારના ઉમેદવાર મહેશભાઈ ભુરીયાને વિજયી બનાવવા જંગી જન સભાને સંબોધી હતી. પોતાના ભાષણમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતાં. આદિવાસીઓના વિકાસની વાતો કરી હતી અને આ વખતે ભારતીય જનતા પાર્ટીને મત આપી ભવ્ય મતોથી વીજયી બનાવવા મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ 70 વર્ષો સુધી રામ મંદિર ના બનાવ્યું અને નરેન્દ્રભાઈ મોદીએ જય રામના નારા સાથે અયોધ્યામાં રામ મંદિરનું ભુમી પુજન કરી રામ મંદિરના નિર્માણ કાર્યની શરૂંઆત કરી નાંખી.

અમિત શાહે ઝાલોદમાં જંગી સભાને સંબોધતાં જણાવ્યું કે, મારા ભાઈઓ – બહેનો તેમજ મારા જીગરના ટુકડા જેવા યુવાનોને મારા રામ રામ.. આજે સૌથી હું ભારતીય જનતા પાર્ટી વતીથી તમારી માફી માંગવા માંગુ છું. ધોમ ધકતા તાપની અંદર મહેશે તમને ખુલ્લામાં બેસાડ્યાં છે. ગુરૂ ગોવિંદના રસ્તા ઉપર ચાલવાવાળા સૌ આદિવાસી ભાઈઓ – બહેનોને મારા રામ રામ.. પ્રણામ કરૂં છું. હું આજે અહીંયા આવ્યો છું. ત્યારે 2022ની ચુંટણીમાં તમારે સૌએ 5મી તારીખે વોટ નાંખવાનો છે. આજે હું મહેશભાઈને જીતાડવા માટે આવ્યો છું. મહેશભાઈ અહીંથી ધારાસભ્ય બને તેવી અપીલ કરવા આવ્યો છું પણ તમે બધા યાદ રાખજો તમારે એક મત મહેશ ભુરીયાને ધારાસભ્ય નહીં બનાવે સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારના વિકાસના આગલા પાંચ સુધી નિર્ણય તમારો એક મત કારણ કે, મિત્રો જ્યારથી ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી કોંગ્રેસીયાઓએ આદિવાસી સમાજના મત લીધાં. જુઠા જુઠા વચના આપ્યાં પણ ક્યારેય આદિસાવાસી સમાજનું કામ ના કર્યું, વિકાસ ના કર્યો, વિકાસ માત્રને માત્ર નરેન્દ્ર મોદીએ કર્યો છે. બાબા આંબેડકરે આદિવાસીઓને પ્રોટેક્શન આપ્યું છે. જેટલી વસ્તી છે, રાજ્યમાં હોય એના બજેટમાં એટલા ટકા રકમ આદિવાસીઓ માટે સલામત રાખવી પડે આરક્ષિત. નરેન્દ્રભાઈના મંત્રી મંડળમાં મંત્રીઓએ 2003 – 04ના બજેટમાં નરેન્દ્રભાઈએ આદિવાસીઓને રિઝર્વેશન આપવાનું કામ કર્યું છે અને ત્યારથી આ સમગ્ર આદિવાસી વિસ્તારને વિકાસ થવાની શરૂંઆત થઈ. મિત્રો મને યાદ છે આપણા મંગુભાઈ પટેલ આદિવાસી કલ્યાણ મંત્રી હતા, અમારા જસવંતસિંહભાઈ રાજ્ય કક્ષાના મંત્રી હતાં, તે વખતે નરેન્દ્રભાઈએ વનબંધુ કલ્યાણ યોજના ચાલુ કરી હતી. હું પણ એ કામમાં જોડાયેલો, નરેન્દ્રભાઈએ એ વખતે સૌને સુચનાઓ આપેલી ઉપલછલ્લો વિકાસ નહીં કરવાનો, કુકડા, બકરા આપી આદિવાસીઓને બેવફુક નહીં બનાવવાના, આદિવાસી ગામનો વિકાસ થવો પડે અને આદિવાસી વિસ્તારનો વિકાસ થવો પડે ત્યારથી આ વિકાસ થયો છે. હું દાહોદમાં પ્રભારી મંત્રી હતો. પાણીના ચેકડેમો બનાવવા વાડીની યોજનાઓ આપવી, શિક્ષણની લોનો આપવી અનેક પ્રકારના આદિવાસીઓને આગળ વધારવાના કામો ભાજપે કર્યા. દાહોદ અને ડાંગમાં વાડીની યોજના લાવ્યાં. વાડીની યોજનાથી આદિવાસીઓને મજબુત કર્યાં, ગાય અને ભેંસ આપવાનું કામ કર્યું, વનીકરણ કર્યું, કોંગ્રેસે હંમેશા આદિવાસીઓના મત લીધા પરંતુ આદિવાસીઓનું કામ ન કર્યું. ભાજપની સરકાર આવી તે પહેલા માત્ર 04 ટકા આદિવાસીઓના ઘરે પાણી નળથી આવતું હતું અત્યારે 56 ટકા સુધી પહોંચાડ્યું છે અને આવતા વર્ષે દરેક આદિવાસીના ઘરમાં ચકલીમાંથી પાણી આવશે, સાક્ષરતાથી 100 ફાયદો આદિવાસી દિકરા – દિકરીઓને થાય એનું કામ ભાજપે કર્યું છે. કોંગ્રેસના જમાનામાં દાહોદના ગામડામાં ચોવીસ કલાક વીજળી નોતો આવતી, નરેન્દ્રભાઈએ 2004થી સમગ્ર ગુજરાતમાં વિશેષ રીતે દાહોદમાં ચોવીસ કલાક વીજળી આપવાનું કામ ભાજપે કર્યું, રોડથી જોડવાનું કામ કર્યુ, 33 લાખ બાળકો પોસ્ટ ગ્રેજ્યુએશન, મેડીકલ, એન્જીનીયરીંગ, પીએચડીમાં કોલર્સીંગ આપવાનું કામ અને કોલર્સીંપ વધારવાનું કામ ભાજપે કર્યું છે. 2 લાખ એકર જમીન આટલા વર્ષોમાં ભાજપે સરકારે શરતો આપી આદિવાસીઓના નામે કરવાનું કામ ભાજપે કર્યું છે. બધા જિલ્લામાં ભગવાન બીરસા મુંડા યુનિવર્સિટી બનાવી, ગોધરામાં ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી બનાવી, ઉચ્ચ શિક્ષણ માટે આદિવાસીઓને દરેક પ્રકારના લાભો આપવામાં આવ્યાં, નરેન્દ્રભાઈ કેન્દ્રમાં વડાપ્રધાન બન્યા આ વખતે રાષ્ટ્રપતિ બનાવવાનો વારો આવ્યો, આઝાદીના 75 વર્ષ થયા પરંતુ કોંગ્રેસીયાઓએ ક્યારેય આદિવાસીને રાષ્ટ્રપતિને ન બનાવ્યો, આપણા વડાપ્રધાને આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ કર્યું. આ પરિવર્તન ભાજપે કર્યું. આયુષ્યમાન ભારતનું કાર્ડ આદિવાસી અને ગરીબો માટે ભાજપે બનાવ્યું, કોંગ્રેસ હોત તો કોરોનાની દવા ના બનતી, નરેન્દ્રભાઈએ 13 મહિનામાં કોરોના રસી બનાવાડી, કોઈને પૈસા નથી આપવા પડ્યાં, દેશ ભરના 230 કરોડ ડોઝ આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. રાહુલ બાબા કોંગ્રેસના નેતા જેવી રસીની શોધ થઈ અને લોકોને કહ્યું કે, આ તો મોદી રસી છે પણ હવે કોઈ માનતું નથી, રાહુલ બાબાએ પોતાને કોરોના ના થાય એ માટે રાતના અંધારામાં થઈ રસી મુકાઈ આવ્યાં, કોંગ્રેસ તમે થોડા તો સરમાવો, કોરોના જેવી મહામારીમાં પણ તમે રાજનીતી કરો છો, થોડી તો શરમ કરો, કોરોનામાં સૌથી વધારે તકલીફ પડી હોય તો ગરીબ, આદિવાસીઓને, રોજગારી બંધ થઈ ગઈ, કારખાના બંધ થઈ ગયાં, રોજદારી, મજુરોની રોજગારીની શું. દરેકની ચિંતા કરી સમગ્ર દુનિયામાં સવા બે વર્ષમાં દર વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મફ્ત મોકલવાનું કામ ભાજપે કર્યું છે. કોંગ્રેસ હોત તો અનાજ ઘરે ઘરે ના પહોંચતું. ભ્રષ્ટાચાર વગર ઘરે ઘરે અનાજ પહોંચ્યું છે. કોંગ્રેસ એટલે ભ્રષ્ચાર, ભ્રષ્ચાર એટલે કોંગ્રેસ, આદિવાસીનું ભલુ કરવા ભાજપને મત અપાય, કોંગ્રેસના રાજમાં કોમી તોફાનો થતાં હતાં. 2002 થી 2022થી રમખાણો થયાં નથી. દંગા કરાવવાવાળા ગુજરાતની બહાર જતાં રહ્યાં. ભાજપે ગુજરાતમાં શાંતિ સ્થાપી છે. મહેશ ભુરીયાને જીતાડી આપો હું ગેરંટી લઉ છું કે, ગુજરાતમાં સૌથી વધુ બજેટ ઝાલોદમાં ફાળવવાના છીએ. ઝાલોદને સૌથી વિકસીત વિસ્તાર બનાવવાનો છે. ગુજરાતના સમગ્ર આદિવાસી વિસ્તારમાં વિકાસના કોમા ભાજપે કર્યા છે. કોંગ્રેસે 70 વર્ષ સુધી અયોધ્યામાં રામ મંદિર ના બનવા દીધું. અયોધ્યામાં મંદિરનો પ્રશ્ર્ન કાયદામાં કુંચવાળો રાખ્યો અને નરેન્દ્રભાઈ આવ્યાં અને ભુમી પુજન કર્યું અને અયોધ્યા ખાતે જય રામ કરી મંદિરનું નિર્માણ કાર્ય શરૂં કરાવ્યું. રાહુલ બાબા 2014માં મને સવાલો કરતાં હતાં મંદિર વહી બનાયેંગે, તીથી નહીં બતાયેંગે રાહુલ બાબા સાંભળતાં હોય તો સાંભળો 1 જાન્યુઆરી 2024માં ગગન ચુંબી રામ મંદિર તૈયાર હશે. બક્ષીપંચ સમાજનો વિકાસ ભાજપે કર્યો છે. ગરીબોના જીવન સ્તરને ઉપર લાવવાનું કામ ભાજપે કર્યુ છે.