ઝાલોદ, રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ અંતર્ગત (NACO) તેમજ ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદના ર્ડો. રાજેશ. ગોપાલ, એડીશનલ પ્રોજેકટ ડાયરેકટરની સુચના અન્વયે મેઈનસ્ટ્રીમીંગના ભાગરૂપે ઈન્ડસ્ટ્રીસ એરીયામાં મંજુરી કામકરતા અને સ્થળાંતર થયેલ અશિક્ષિત મંજુર વર્કરોમાં આરોગ્યલક્ષી જનજાગૃતિ લાવવા તેમજ આરોગ્ય તપાસ માટે દાહોદ જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદયકુમાર ટિલાવત અને ડી.ટી.એચ.ઓ. ડો.આર.ડી.પહાડીયા ના માર્ગદર્શન મુજબ તા.16.04.2024ના રોજ ઝાલોદ તાલુકા ખાતે કાર્યરત વસંત મસાલા કંપનીમાં આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં તાલુકા હેલ્થ અધિકારી .ર્ડા.તુષાર ભાભોર સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુડીના M.O., CHO, Pharmacist, Staff nurse, F.H.W., MPHW, Labtech PHC SBCC ટીમ વગેરે સ્ટાફની મેડીકલ ટીમ તૈયાર કરવામાં આવેલ. રકતપિતના મેડીકલ ઓફીસર ર્ડા.અલ્પના જૈન તેમજ પી.એમ.ડબલ્યુ દવારા રકતપિતની તપાસ કરવામાં આવી. જીલ્લા ક્ષય કેન્દ્ર NTEP માં ફરજ બજાવતા એસ.ટી.એસ. અને એસ.ટી.એલ.એસ દવારા તમામ મજુર વર્કરોની ટીબીની તપાસ કરવામા આવેલ. સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત ICTCSTI સેન્ટરમાં ફરજ બજાવતા કાઉન્સેલર અને લેબટેકનીશીયન દવારા કાઉન્સેલીંગ કરી કુલ-126 મજુર વર્કરો અને સ્ટાફના HIV, SYPHILIS, SICKLECELL, RBS, HBsAg, TB, LEPROSY B.P. વગેરે ની આરોગ્ય તપાસ કરવામા આવેલ.
જીસેકસ અમદાવાદ દવારા દાહોદ જીલ્લામાં કાર્યરત T.I. (N.G.O.) ટાર્ગેટ ઈન્ટરવેશન પ્રોજેકટના પ્રોજેકટ ડાયરેકટર તેમજ અન્ય સ્ટાફ દવારા કેમ્પમાં સહયોગ આપવામાં આવેલ.
દાહોદ જીલ્લામાં કાર્યરત દીશા ડાપકુ ખાતે ફરજ બજાવતા CSO કોમલ પટેલ અને Programe Assistant, ડાપકુ સ્ટાફ તેમજ વસંત મસાલા, ઝાલોદના મેનેજર અને PHC SBC ટીમ તમામ આરોગ્ય સ્ટાફના સહયોગથી કુલ-126 વર્કરોની આરોગ્ય તપાસ કેમ્પ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો.