ઝાલોદ, તારીખ 14-01-2024 રવિવારના રોજ રાત્રીના 08:00 વાગે અયોધ્યામાં શ્રીરામ ભગવાનનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાઈ રહેલ છે, તે ઉત્સવને નગરમાં કેવી રીતે ઉજવવું તે અંગે નગરના સહુ ઉપસ્થિત લોકોના વિચારો જાણવા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરમાં મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની મંગલબેલાને બિરદાવવા નગરમાં 21 તારીખે રાત્રે રામ જાગરણ થકી વિવિધ ભજન મંડળીઓ દ્વારા શહિદ રાજેશ ચોક ખાતે રાત્રીના 08 કલાકે આખી રાત ચાલનાર છે. ત્યાર બાદ 22 જાન્યુઆરીએ નગરના લોકો દ્વારા રામધૂન સાથે પ્રભાત ફેરી તેમજ ત્યારબાદ બપોરે 12 વાગ્યા પછી વિવિધ મંદિરોમાં ઘંટનાદ કરી અયોધ્યામાં થનાર પ્રતિષ્ઠા મહોત્સવને લાઇવ જોશે અને પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતાં રામના જય જયકાર સાથે આરતી કરવામાં આવનાર છે. ભગવાન શ્રી રામના પ્રતિષ્ઠા મહોત્સવને નગરના ધાર્મિક લોકો દ્વારા વધાવી મહાપ્રસાદનું આયોજન વણકતલાઇ મંદિરે 01 વાગ્યાથી ચાલશે, જે સાંજના 5 વાગે સમાપન થઈ જસે. તેમજ નગરના સહુ લોકો 22 જાન્યુઆરી એ ભગવાન રામનો ઉત્સવ વિશેષ રીતે ઉજવવા નગરમાં વ્યાપાર રોજગાર સ્વેચ્છાએ બંધ રાખનાર છે. આ સમગ્ર કાર્યક્રમને ઉપસ્થિત સહુ લોકોએ સંપૂર્ણ સહકાર આપી ઉત્સવ ઉજવવા સહમત થયા હતા.