
ઝાલોદ,
ઝાલોદ અર્બન હેલ્થ સેન્ટર ખાતે નિક્ષય મિત્ર રહીમભાઈ દ્વારા 15 પોષણ કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે મેડિકલ ઓફિસર કિંજલબેન કોળી, ઈ.અર્બન હેલ્થ સુપરવાઇઝર અને આરોગ્ય કાર્યકર મનીષભાઈ પંચાલ, સંજયભાઈ પાંડોર ચિરાગભાઈ ગરાસિયા, ટી. બી.એસ.વી.ભુપતભાઇ બારીયાની હાજર રહ્યા હતા. તેમજ તેમની હાજરીમાં કાર્યકમ યોજાયો હતો. તેમજ રહીમભાઈ દ્વારા પેશન્ટને દવા ચાલે ત્યા સુધી પોષણ કીટ આપવા તથા ટ્રીટમેન્ટ અંગે ખબર અંતર પુછપરછ કરવાનો સંકલ્પ કર્યો હતો.