ઝાલોદ,
ઝાલોદ ઠુંઠીકંકાસીયા રોડ પર માઁ દશામાં સ્કૂલની પાસેના રોડની નીચેથી જતાં નાળા માંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. અજાણ્યા યુવકની લાશ કેટલાય દિવસથી પડી હતી તે કોઈને ખબર નથી.
ઝાલોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવકની લાશ મળ્યાના સમાચાર મળતાં પી.એસ.આઇ રાઠોડ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયેલ હતો. પોલીસ દ્વારા તાત્કાલિક લાશની તપાસ કરતા તેના ખિસ્સા માંથી આધાર કાર્ડ અને પર્સ મળી આવ્યું હતું. પર્સની અંદર એક ફોટો પણ હતો. જે તે યુવકનો છે કે કોનો તે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. લાશ ખૂબ જ ગંધાતી હોવાથી મૃતક ઘણા દિવસો થી નાળામાં પડેલો હોવાનો અંદાજ લોકો લગાવી રહ્યા છે. આધાર કાર્ડના આધારે લાશને ઓળખવાના ચક્રો પોલીસ દ્વારા તેજ કરી દેવામાં આવ્યા છે અને તેની સાચી દિશામાં તપાસ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.