ઝાલોદ થી બાંસવાડા જતાં બાયપાસ હાઇવે પર રોડની બિસ્મારીતાને લીધે ટ્રક પલટી ખાઈ જતાં ટ્રકને નુકસાન

  • રૂ ભરેલ ટ્રકનુ ટાયર ફાટતા ઉબડખાબડ રોડ અને રોડની બિસ્મારીતાને લઈ માલ ભરેલ ટ્રક પલટી ખાધું.
  • ઝાલોદ થી બાંસવાડા રોડની બિસ્મારીતાને લઈ અનેક રજૂઆત પણ જવાબદાર તંત્ર મૌન.

ઝાલોદ,લીમડી તરફથી આવતી એક ટ્રક જેનો નંબર GJ-05-CU-0648 છે તે ઝાલોદ આઈ.ટી.આઇ પાસે થી પસાર થઈ બાયપાસ રોડ થી બાંસવાંડા જતો હતો ત્યાં અચાનક રૂ ભરેલ ટ્રકની ડ્રાઇવર સાઇડના એક પછી એક એમ બે ટાયર ફાટી જતાં રૂ ભરેલ મોટી ટ્રક ઉબડખાબડ રોડ અને તૂટેલા રોડની બિસ્મારીતાનો ભોગ બની ટ્રક પલટી ખાઈ ગયેલ હતું. સદનસીબે કોઇ બીજા વાહનની આવ જા ન હોવાથી કોઈ પણ ગંભીર હોનારત બની ન હતી આ ટ્રક પલટી ખાઈ જવાથી રૂ ની અંદાજિત 400 કિલોની ગાંઠો જેનાં પર રિલાયંસનો માર્કો લાગેલ હતો તેવી આખી ગાડી ભરેલ રૂ ની ગાંઠો રસ્તા પર ટ્રક પલટી ખાતાં રસ્તો જામ થઇ જવા પામેલ હતો. તાત્કાલિક ઝાલોદ નગરના પી.એસ.આઇ માળી અને તેમના સાથેનો પોલિસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ જે.સી.બી ની મદદથી ટ્રક અને રૂ ની ગાંઠો હટાવી રસ્તો ક્લીન કર્યો હતો જેથી વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલ હતો.

ઝાલોદ નગરના લોકો દ્વારા તૂટેલા, ભંગાર તેમજ ઉબડખાબડ બાંસવાડા બાયપાસ રોડને નવિન બનાવવા કેટલીય વાર જવાબદાર તંત્ર પાસે માંગણી કરવામાં આવેલ છે છતાય જાડી ચામડીના જવાબદાર અધિકારીઓ આ રોડ ન બનાવવાનું મન બનાવી બેઠા હોય તેમ લાગે છે. આ ઉબડખાબડ અને ખરાબ રોડને લઈ કેટલીય વાર ગંભીર અકસ્માતો આ રસ્તે સર્જાયેલ છે અને વાહનચાલકના મોત પણ થયેલ છે. છતાય જવાબદાર તંત્ર આ અંગે મૌન જોવા મળી રહેલ છે આ રોડ પર નાના બાઇક સવાર રોડની ખરાબ પરિસ્થિતિને લઈ અકસ્માતનો ભોગ બનેલ છે તેમજ ઘણા મોટા વાહનચાલકોને પણ આ ખરાબ રસ્તાને લઈ મોટા નુકશાન ભોગવવા પડેલ છે. અહીંયા આ તૂટેલા ખરાબ રસ્તાને લઈ અવાર નવાર કેટલાય અકસ્માતો સર્જાયેલ છે જેના માટે જવાબદાર કોણ..? કોઈ પરિવારને કોઈ અકસ્માતને લઈ કોઈ વ્યક્તિ ગુમાવ્યું હોય તેના માટે જવાબદાર કોણ…? તંત્રની લાપરવાહીને લઇ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

આ રોડની બિસ્મારિતાને લઈ અહીંથી નીકળનાર વાહનચાલકો હેરાન થઈ ગયેલ છે અને હવે જવાબદાર તંત્ર રોડનું નવીનીકરણ કરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.