દિવસભર ટિકિટ વાછુંકોના મોબાઈલ રણકતા રહ્યા દાવેદારો દ્વારા એકબીજાને ફોન કરી ટિકિટ અંગે માહિતી મેળવવાના પ્રયાસો દાહોદ, દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ છ વિધાનસભા બેઠકો પૈકી ઝાલોદ તેમ ગરબાડા વિધાનસભા બેઠક પર બીજેપીના ઉમેદવારોની અંતિમ ઘડી સુધી જાહેરાત ન થતા દાવેદારો તેમના સમર્થકોના પ્રેસરો વધતા જોવા મળ્યા હતા. બંને બેઠકો ઉપર ભાજપમાં અંદરો અંદર ના ડખામાં જ વિરોધ વંટોળના બીકે ભાજપ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત ન કરતા સૌ કોઈમાં આચાર્ય ફેલાવવા પામે છે. જિલ્લાની હાઈ પ્રોફાઈલ ગણાતી ઝાલોદ બેઠક પર ઉમેદવારો દ્વારા તમામ તૈયારીઓ આપી દેવામાં આવ્યું છે. ચૂંટણી સહિતની કામગીરી પણ સાહિત્યની કામગીરી પણ કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ દ્વારા આગામી 24 કલાકમાં ગમે તે ઘડીએ બંને બેઠકો ઉપર ઉમેદવારોના નામોની જાહેરાતની સાથે જ ભડકો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે પહેલેથી જ કોંગ્રેસનો ગઢ ગણાતી આ બંને બેઠકો પર ભાજપ કયા ઉમેદવાર ઉપર જુગાર રમે છે. એક યક્ષ પ્રશ્ર્ન સવાલ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આગામી માસમાં બે તબક્કામાં યોજાનારા મતદાનને લઈને પ્રથમ ચરણ ના ઉમેદવારોની ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ હતી. જ્યારે બીજા તબક્કામાં ઉમેદવારનો ફોર્મ ભરવાનો આજે પહેલો દિવસ છે. ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકો પૈકી ભાજપ દ્વારા દાહોદ ફતેપુરા દેવગઢબારિયા ઉમેદવારો જાહેર કરી દીધા છે. તેની સામે કોંગ્રેસ દ્વારા ગરબાડા, ઝાલોદ, લીમખેડા, ફતેપુરા બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. તેમજ દેવગઢ બારિયા ઓબીસી સીટ પર એનસીપી નો ઉમેદવાર કોંગ્રેસે એનસીપી જોડે ગઠબંધન કરી ભાજપ માંથી આવેલા ગોપસીંગ લવારને ટિકિટ આપતા ટિકિટ ફાળવાઈ ગઈ છે અને સાથે સાથે આમ આદમી પાર્ટી એ બધી બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે આજથી ફોર્મ ભરવાની શરૂઆત ઉમેદવારોના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. દેવગઢ બારીયા અને ગરબાડામાં ભાજપ કોંગ્રેસે વિશાલ રેલી સાથે શક્તિ પ્રદર્શન યોજી ફોર્મ ભરવા માટે ગયા હતા. ત્યારે જિલ્લાની હોટ સીટ ગણાતી ગરબાડા તેમજ ઝાલોદ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત ન કરતા આ બંને સીટો પર સસ્પેન્સ યથાવત રહેવા પામે છે. ઝાલોદ વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, પૂર્વ આઇપીએસ અધિકારી ભાવસિંગ વાઘેલા તેમજ જિલ્લા સભ્યો મળી 11 દાવેદારોએ ટિકિટની માંગ કરી છે. ત્યારે ટિકિટ કોને મળશે અત્યારે જેટલા સભ્યોએ ભાજપ તરફથી દાવેદારી નોંધાવી હતી. ત્યારે આ તમામ દાવેદારો માંથી કોને ટિકિટ મળશે તેવી અટકલો ચાલી રહી હતી. તે સમયે અચાનક જ ઝાલોદના રાજકારણમાં ગરમાવો આવ્યો અને કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કેસરિયો ધારણ કરતા ઝાલોદ બેઠક પર રાતો રાત સમીકરણો બદલાતા જોવા મળ્યા હતા. હવે બેઠક પર ટિકિટ કોને મળશે તે અંગેની રસપ્રદ ચર્ચાઓ ઝાલોદના અંતરંગ વર્તુળોમાં ચર્ચાઈ રહી હતી. ત્યારે એક તરફ ભાજપને બળવાના બીકે ઉમેદવારના નામોની જાહેરાત છેલ્લે સુધી એ નથી કરી ત્યારે બીજી તરફ ઝાલોદ બેઠક પર ભાજપ તરફ ભાવેશ કટારા કે એમના પિતા બાબુ કટારાને પામી છે. જેને લઇને ભુજ ભાજપમાં જ ભડકો થવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે. આ ભડકાને પારખી ગયેલા મોવડી મંડળ અત્યાર સુધી આ બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. ત્યારે આગામી 24 કલાકમાં આ બંને બેઠકો પર સંભવિત ઉમેદવારોના નામની જાહેરાત સત્તાવાર રીતે થવાની છે. ત્યારે ટિકિટના દાવેદારો તેમજ તેમના સમર્થકો દ્વારા મોવડી મંડળ તેમજ સંગઠનના હોદ્દેદારોને દિવસભર ટિકિટો અંગેની પુચ્છા કરી હતી અને દિવસ ભર ફોન રણકતા રહ્યા હતા. તેવી જ રીતે ગરબાડા બેઠક પર મહેન્દ્ર ભાભોર, પર્વત સોમજી ડામોર, પ્રજિત રાઠોડ સહિતના બાર જેટલા બાહુબલી આ બેઠક પર ટિકિટોના દાવેદાર છે. ત્યારે કોંગ્રેસની ગઢ ગણાતી આ બેઠક પર મોવડી મંડળ મજબૂત ઉમેદવાર ઉતારવા તેમાં તમામ સમીકરણો પર ખરો ઉતરે તેવા ઉમેદવારની પસંદગીને લઈ અંતિમક્ષણ સુધી આ બેઠક ઉપર વિચાર વિમર્શ કર્યો છે. ત્યારે મોવડી મંડળ કોના ઉપર પસંદગીનો કળશ ઢોળે છે. તે હાલ ભવિષ્યના ગર્ભમાં છે, પરંતુ આ બંને બેઠકો ઉપર કોંગ્રેસ તેમજ ભાજપના બાહુબલી ગણાતા દાવેદારો વચ્ચે તેમજ રસપ્રદ જંગ જામશે એ હાલના તબક્કે જોવાઈ રહ્યું છે.