
- લીમડી નગરમા મોટા પ્રમાણમાં લોકો જોડાયા અને દેશ ભક્તિના રંગે રંગાયા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ અપીલ મુજબ આગામી 9 -15 ઑગસ્ટ સુધી રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અલગ અલગ રાજ્યોમાં, જીલ્લાઓમાં, તાલુકાઓમાં તેમજ દરેક નાના ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા યાત્રા કાઢવા માટે સુચન આપેલ હતું. તેના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા અને ફરી એકવાર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયાની અધ્યક્ષતામાં લીમડી ગામે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.
આ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ અને યુવા કાર્યકર્તાઓની અપાર ઊર્જા, ઉમંગ અને આનંદ થકી સમગ્ર વાતાવરણ ર્માં ભારતીના જયઘોષ સાથે ગુંજાયમાન બન્યું હતું.
આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા, પ્રાંત અધિકારી અજય ભાટીયા, મામલતદાર પરમાર, તાલુકા વિકાસ અધિકારી ગઢવી, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જીલ્લા પંચાયત સભ્ય લલિત ભૂરીયા, કૃષ્ણરાજ ભૂરીયા, લીમડી પીઆઇ રાઠવા, તાલુકા-જીલ્લા પંચાયતના સદસ્યઓ અને વિદ્યાર્થીઓ અને નગરજનો મોટા પ્રમાણમાં હાજર હાજર રહ્યા હતા.