દાહોદ જીલ્લાની ઝાલોદ તાલુકા પંચાયતમાં યોજાયેલ સામાન્ય સભામાં મહિલા તાલુકા સભ્યના સ્થાને તેઓના પતિઓ સામાન્ય સભામાં હાજર રહી તેમજ વહીવટ કરતાં હોવાના આક્ષેપો સાથે દાહોદ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આ મામલે ભારે વિરોધ દર્શાવ્યો હતો. દાહોદ જીલ્લા યુથ કોંગ્રેસના જણાવ્યાં અનુસાર, ઝાલોદ તાલુકા પંચાયતમાં મળેલ સામાન્ય સભા તેમજ તેમાં લેવાયેલ એજન્ડાઓ રદ્દ કરી પુન: સામાન્ય સભા યોજવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
ઝાલોદ તાલુકા પંચાયત હરહંમેશ કોઈને કોઈ પ્રકરણોમાં ચર્ચાની એરણે ચઢતી રહે છે. ત્યારે વધુ એક બનાવને પગલે પુન: ફરી એકવાર ઝાલોદ તાલુકા પંચાયત ચર્ચાઓમાં છે. જેમાં ગતરોજ ઝાલોદ તાલુકા પંચાયત કચેરી ખાતે વિકાસના કામોને લઈ સામાન્ય સભા મળી ત્યારે આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના મહિલા સભ્યોના પતિઓ હાજર રહી વહીવટ કરતાં હોવાના આક્ષેપો સાથે દાહોદ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આ મામલે ભારે વિરોધ દર્શાવ્યો છે.
દાહોદ જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખના જણાવ્યાં અનુસાર, ઝાલોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીની બોડી હોવાથી જે મહિલા પ્રતિનિધિઓ છે. જેમાં વારંવાર સામાન્ય સભામાં મહિલા સભ્યોના સ્થાને તેઓના પતિ દેવો સામાન્ય સભામાં બેસી અને અધિકારીઓને દબાવીને વહીવટ કરતાં હોય છે. અને ખોટી રીતે ઠરાવો કરે છે. આ સામાન્ય સભામાં સાતથી આઠ એવા સભ્યો છે કે જેમની પત્નિઓ તાલુકા સભ્યો હોવા છતાંય તેઓના પતિ જાતે પ્રતિનિધિ ન હોવા છતાંય સામાન્ય સભામાં પતિઓ બેસે છે. આમા અધિકારીઓ અને નેતાઓની મીલીભગત છે. દાહોદ જીલ્લામાં અવારનવાર નકલી કચેરીઓ, નકલી એનએના કૌંભાંડો થતાં હોય છે.
ત્યારે ભાજપાની શાસિત આ જીલ્લામાં સંસદ સભ્ય પણ ભાજપના છે, ધારાસભ્ય પણ ભાજપના છે અને તેમ છતાંય આ જીલ્લામાં બધી રીતનું ખોટુ કરાવતાં હોય છે, એટલે આમા ચોક્કસ રીતે એવુ જોવાય છે. એક તરફ ભાજપ મહિલા સશક્તિકરણની વાત કરે છે અને બીજી તરફ તેમનાજ પતિ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં બેસી અને અધિકારીઓને દબાવી અને અધિકારીઓ પણ આ સામાન્ય સભામાં કોઈપણ જાતનો નિયમ રાખ્યા વગર પોતાની મનમાનીથી પોતાની આ સામાન્ય સભામાં બેસાડી ખોટી રીતે મનમાની કરતાં હોય છે.
ઝાલોદ તાલુકામાં ગરીબ લોકોના વિકાસની વાત હોય આવામાં પણ અધિકારીઓ પોતાની મનમાનીથી પૈસાથી વહીવટ કરતાં હોય છે. અધિકારીઓ પણ આ ભાજપ શાસિત બોડીની સાથે સંકળાઈ અને ખોટી રીતના ઠરાવો કરી સામાન્ય સભાને આગળ કરતાં હોય છે. જો આ સામાન્ય સભા આવનાર સમયમાં રદ્દ ન થાય અને તાત્કાલિક ધોરણે સામાન્ય સભાના ઠરાવો રદ્દ કરી નવેસરથી એજન્ડા કાઢી અને શાષ્ટા ગામના તાલુકા તાલુકા પંચાયતના સભ્યોને હાજર રાખી ઠરાવો કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં અને વિકાસ કમિશ્ર્નર સુધી જઈશું અને કોંગ્રેસ સાશિત વિરોધ પક્ષના નેતાઓને સાથે રાખી વિધાન સભામાં પણ આ મામલે પ્રશ્ર્નો ઉઠાવીશું તેમ દાહોદ જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે.