ઝાલોદ તાલુકા પંચાયતના નવા પ્રમુખ ઉપપ્રમુખે સમર્થકોને સાથે રાખી અનંત ચતુર્થીના પવિત્ર દિવસે થી પદભાર સંભાળ્યો

  • પદભાર પ્રસંગે દાહોદ જીલ્લા ભાજપ શંકર અમલીયાર, મહામંત્રી નરેન્દ્ર સોની, પૂર્વ સાંસદ બાબુભાઇ કટારા અને બી.ડી.વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ઝાલોદ, ઝાલોદ તાલુકા પંચાયત કચેરીમાં આજ રોજ 28-09-2023 ગુરૂવારના રોજ અનંત ચતુર્થીના દિવસે ભાજપ પાર્ટી દ્વારા અપાયેલ મેન્ડેટ દ્વારા પ્રમુખ સુમિત્રાબેન સવસીંગ વસૈયા અને ઉપપ્રમુખ નિષાબેન રામુભાઈ નિનામાએ પદગ્રહણ કર્યું હતું. પદગ્રહણ કરતા પહેલા નવાં વરાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા શુભ મુહૂર્તમાં વિધિવત પૂજા કર્યા બાદ પદગ્રહણ કર્યું હતું.

આ પદગ્રહણ પ્રસંગે ભાજપ જીલ્લા પ્રમુખ શંકર અમલીયાર ,મહામંત્રી નરેન્દ્ર સોની, પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા, બી.ડી.વાઘેલા તાલુકા પંચાયત સભ્યો, ઝાલોદ તાલુકા ભાજપના સહુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા. ઉપસ્થિત સહુ લોકોએ નવનિયુક્ત તાલુકા પ્રમુખને શુભેચ્છા આપી અને તાલુકાના વિકાસના કામો ભેદભાવ રાખ્યા વગર સરસ રીતે આગળ વધાવે તેમજ આગામી અઢી વર્ષને સફળતા પૂર્વક શાસન ચાલે તેવી શુભકામનાઓ આપી હતી. આ પદગ્રહણ પ્રસંગે મોટા પ્રમાણમાં શુભેચ્છકો શુભકામના આપવા આવેલ હતા.