ઝાલોદ તાલુકા પંચાયતમાં સામાજીક કાર્યકર્તા નીલમ વસૈયાની આગેવાની હેઠળ આંગણવાડી અને તેડાંગર બહેનોને થતાં અન્યાયને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું

ઝાલોદ, તા.08-01-2024 સોમવારના રોજ આંગણવાડી વર્કર અને તેડાંગરમાં થતા અન્યાય ની સામે ન્યાય મેળવવા સામાજીક કાર્યકર નિલમબેન વસૈયાની આગેવાની હેઠળ મોટા પ્રમાણમાં વર્કર બહેનો હાજર રહી હતી. ઉપસ્થિત સહુ બહેનો ન્યાય મેળવવા માટે એક અરજી આપવા આવેલ હતા.

અરજીમાં દર્શાવેલ મુજબ આંગણવાડી વર્કર તેમજ તેડાંગર બહેનો દ્વારા તેમને થતાં અન્યાય સામે ન્યાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવામાં આવેલ હતી. તે અન્વયે 04-01-2024 ના રોજ દાહોદ જીલ્લા પંચાયતમાં અપીલ અંગે સુનાવણી રાખવામાં આવેલ હતી. તેમાં લાગતા વળગતા દરેક અધિકારીઓને અસલી પ્રમાણપત્ર સાથે રૂબરૂ બોલાવેલ હતા તેમાં કમિટિ દ્વારા કોઈપણ અરજદારોને સાંભળવામાં આવેલ નથી તેમજ તેમને મૌખિક જવાબ આપેલ છે. જાહેરાત પ્રસિદ્ધિ મુજબ મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી વિસ્તારની સ્થાનિક હોવી જોઈએ. આ જાહેરાત મુજબ સ્થાનિક અરજદારોને અન્યાય થયેલ છે. તેમજ સંકલિત બાલવિકાસ અધિકારી ઝાલોદ દ્વારા અરજીની પૂરતી ચકાસણી કર્યા વગર નિર્ણય લેવામાં આવેલ છે અને અપીલ અધિકારી દ્વારા પૂરતા આધાર સાથે અરજદારોને સાંભળવામાં આવેલ નથી તેથી અરજદારોને ફરીથી રૂબરૂ સાંભળવા અથવા ભરતી રદ કરવી અન્યથા અરજદારો ઉગ્ર આંદોલન કરશે તેની સમગ્ર જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેમ અરજીમાં જણાવેલ છે.