ઝાલોદ તાલુકા પંચાયત ખાતે ટીબી મુકત ગ્રામ પંચાયત વિશે માહિતી અપાઈ

ઝાલોદ, દાહોદ અને ઝાલોદ તાલુકા પંચાયત ખાતે પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત 2025 અન્વયે જીલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સૂચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં દરેક તલાટીઓને ટીબી મુક્ત ગ્રામ પંચાયત વિશે માહિતગાર કર્યા અને 2025 સુધીમાં પંચાયતો અને ગામડાઓને ટીબી મુકત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સર્વગ્રાહી અભિગમ માટે સમર્થન આપવા સંમત થયા છે “ટીબી હારેગા દેશ જીતેગા”.