ઝાલોદ તાલુકાના વ્યકિતને મહિન્દ્રા થારની વહેલી ડીલેવર આપવાની લાલચ આપી 91 હજારની છેતરપિંડી કરનાર ઈસમની ધરપકડ કરાઈ

દાહોદ,મહિન્દ્રા થાર ગાડીની વહેલી ડિલેવરી આપવાની લાલચ આપી દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં રહેતાં એક વ્યક્તિ પાસેથી રૂા.91,000ની છેતરપીંડી કરનાર ઈસમને સાયબર ક્રાઈમ પોલીસ, દાહોદ દ્વારા વડોદરા ખાતેથી ઈસમની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

ઝાલોદ તાલુકામાં રહેતાં એક વ્યક્તિને મહિન્દ્રા થાર ગાડીની વહેલી ડિલેવરી આપવાની લાલચ આફી હિરલકુમાર હિતેન્દ્રભાઈ પંચાલ (રહે. વડોદરા)નાએ રૂા.91,000ની છેતરપીંડી કરી હતી. ઝાલોદના વ્યક્તિ દ્વારા અવાર નવાર હિરલકુમારને ગાડીની ડિલિવરી આપવા અથવા તો પોતે આપેલ નાણાં પરત કરવા જણાવતાં પરંતુ કોઈ સમાધાન ન આવતાં આ મામલે ઝાલોદના વ્યક્તિ દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતી હતી. ત્યારે આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ, દાહોદ દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરી હ્મુમન સોર્સ તથા ટેકનિકલ એનાલીસીસના આધારે હિરલકુમાર હિતેન્દ્રભાઈ પંચાલની પોલીસે વડોદરા ખાતેથી અટકાયત કરી દાહોદ મુકામે લઈ આવ્યાં હતાં. આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.