દાહોદ,
દાહોદ જિલ્લાના ઝાલોદ આઇ.સી.ડી.એસ. ઘટક-2માં લીમડી મોરીની આંગણવાડીમા પોષણ પખવાડિયા ઉજવણી કરાઈ. સરકાર દ્વારા આંગણવાડીઓમા પોષણ પખવાડિયા તરીકે 20 માર્ચ થી 3 એપ્રિલ સુધી ઉજવણી જાહેર કરેલ હોય તે અંતર્ગત આવો સૌ સાથે મળીને શ્રી અન્નના ઉપયોગ થી સુપોષીત નિર્માણ કરીએના સંકલ્પ સાથે બાળ વિકાસ યોજના અધિકારીના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝરના સંકલનથી આંગણવાડી કેન્દ્રો પર પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ હતી. પોષણ પખવાડિયાની થીમ મુજબ સગર્ભા ધાત્રી બહેનોને આરોગ્ય પોષણ મિલેટ માંથી બનતી વાનગી સમજ તેમજ કિશોરીઓને અને કિશોરોઓને અન્નના ફાયદા અને ઉપયોગ વિષે જાણકારી આપવામા આવી હતી. શ્રી અન્ન એટલે ઘઉ અને ચોખા કરતા અનેક ગણા સ્વાસ્થ્ય અને પોષક તત્વો થી ભરપૂર છે, તે બાબતે જણાવેલ હતું. આ પોષણ પખવાડિયા કાર્યક્રમમા સુપરવાઇઝર લલિતાબેન ડામોર હાજર રહીને કિશોરીઓ, સગર્ભા ધાત્રી માતાઓને આઇ.સી.ડી.એસ. અને સરકારની યોજનાકોય પોષણ પખવાડિયા ફાયદાઓ જણાવેલ હતા. સુપોષીત નિર્માણનો આંગણવાડી વર્કર બહેનો, હેલ્પર, મુખ્યસેવીકા સંકલ્પ કર્યા હતો અને સાથે આંગણવાડી કેન્દ્ર પર સગર્ભા માતા દર્શાવતી રંગોળી તૈયાર કરવામાં આવી હતી.