ઝાલોદ તાલુકાના સમાચાર: માંડલેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીનો મેળો જામ્યો

  • ઝાલોદ તાલુકાના સમાચાર માં પ્રખ્યાત સંતવાણી કલાકાર હરી ભરવાડ અને તેના ગ્રુપ દ્વારા લોકડાયરો યોજાયો.
  • માંડલેશ્વર મુકામે આસરે 30000 થી વધુ લોકોએ પંચમુખી મહાદેવના દર્શન પૂજા કરી.

ઝાલોદ તાલુકાના સમાચાર, ઝાલોદ નગરમા શિવરાત્રી નિમિતે મોટા પ્રમાણમાં ભગવાન ભોળાનાથના ભક્તો સવારથી જ ભોળાનાથને મનાવવા મંદિરે ઉમટી પડ્યા હતા. ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવા મંદિરોમાં મોટી લાઇન લાગી હતી. ભગવાન ભોળાનાથના દર્શન કરી દરેક ભક્તો પોતાને ધન્ય સમઝી રહેલ હતા. દરેક મંદિરોના શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમ: શિવાયના નાદ થી ગુંજી ઉઠયા હતા. તેમજ દરેક મંદિરોમા ભોળાનાથના દર્શન અને શણગાર આંખોમાં સમાઇ જાય તેવા નયનરમ્ય હતા.\

ઝાલોદ તાલુકાનુ માંડલેશ્ર્વર મહાદેવનું મંદિર ખૂબ જ ટૂંકા ગાળામાં લોકોની આસ્થાનુ સ્થાન બન્યું હતું. માંડલેશ્ર્વર મહાદેવ મંદિરે પ્રતિ વર્ષ મેળો લાગતો હોય છે. આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય મેળો યોજાયો હતો. આ ઝાલોદ તાલુકાના સમાચાર મેળામાં લોકોને મનોરંજન માટે વિવિધ જાતના ઝૂલા લાગેલ હતા. સાથે સાથે મોટા પ્રમાણમાં મેળાના લીધે વ્યાપારીઓ વ્યાપાર કરવા માટે વિવિધ સ્ટોલો લગાવેલ હતા.

ઝાલોદ તાલુકાના સમાચાર: માંડલેશ્વર મુકામે પંચમુખી મહાદેવના દર્શન

માંડલેશ્વર મુકામે પંચમુખી મહાદેવના દર્શન કરવા લાંબી લાઇન લાગેલ હતી તેમજ માંડલેશ્ર્વર મુકામે દર્શન કર્યા બાદ આવેલ સહેલાણીઓ કુદરતી નજરાનો આનંદ લઈ સેલ્ફી તેમજ ફોટો પડાવવામા લાગેલ હતા. પંચમુખી માંડલેશ્ર્વર મહાદેવ મંદિરની ચારે બાજુ વિવિધ મંદિરો પણ આવેલ હતા. મેળાના લીધે મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડેલ જોવા મળેલ હતો. મળેલ આંકડાકીય માહિતી મુજબ શિવરાત્રી નિમિત્તે અંદાજીત 30000 થી વધુ લોકોએ માંડલેશ્ર્વર મહાદેવ મંદિરના મહોત્સવમા આવેલ હતા.

સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના પ્રખ્યાત સંતવાણી કલાકાર એવા હરી ભરવાડ દ્વારા લોકડાયરા દ્વારા સત્સંગના રૂપે ભજનની રમઝટે લોકોના દિલ જીતી લીધા હતા. સવારથી માંડલેશ્ર્વર મુકામે દર્શન કરવા આવનાર ભક્તિનો ઘોડાપુર મોડી રાત્રી સુધી જોવા મળેલ હતો.

You May Also Be Interested in Other Topics –
1.મનરેગા ગુજરાત દાહોદ
2.ડૉ બાબાસાહેબ આંબેડકર શિક્ષણ
3.Gujarat Na Rajyapal