
ઝાલોદ,
ઝાલોદ તાલુકાના લીમડી વિસ્તારમાં આવેલ સુથારવાસા મુકામે થી તારીખ 17-12-2022 ના રોજ રાત્રે બાતમીના આધારે પોલિસ દ્વારા એમ્બ્યુલન્સમાં લઈ જતા દારૂ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. સફેદ કલરની એમ્બ્યુલન્સ જેનો નંબર GJ.20.X.0436 માં સંજયભાઈ નરસીંગભાઈ પણદા, રહે.બોરપાણી તેનાં ડ્રાઇવર સાથે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ લઈને આવતા હોવાની બાતમી મળેલ હતી. વધુ તપાસ કરવા માટે પોલિસ દ્વારા માહિતીને આધારે વોચ ગોઠવવા આવી હતી. માહિતી પ્રમાણે એક એમ્બ્યુલન્સ આવતી દેખી પોલિસ દ્વારા રોકવામાં આવી હતી. ત્યાર બાદ પોલિસ દ્વારા રોકતા બે ઇસમો પોલિસ જોઈ નાશી છુટેલ હતા. ત્યાર બાદ એમ્બ્યુલન્સની તલાસી લેતા તેમાંથી 59856 નો દારૂ તેમજ બોલેરોની કીમત 7,00,000 થઇ 7,59,856 રૂપિયાનો મુદ્દામાલ લીમડી પોલિસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ હતો. આમ, લીમડી પોલીસને એમ્બ્યુલન્સની આડમાં દારૃની હેરફેર કરતા ઝડપવામાં મોટી સફળતા મળેલ છે.