ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે ધારાસભ્ય મહેશ ભૂરિયાને હસ્તે નવીન રસ્તા અને સ્કૂલના નવીન ઓરડાનું ભૂમિપૂજન કરાયું

ઝાલોદ,ઝાલોદ તાલુકામાં આવેલ મુખ્ય પ્રાથમિક શાળાના પટાંગણમાં ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મહેશ ભુરીયાના હસ્તે નવીન ચાર ઓરડાનુ ભૂમિ પૂજન તથા તેમજ ખરવાણી મુખ્ય રોડથી કલાસવા ફળિયા સુધીના રોડનુ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

ઝાલોદ તાલુકામાં આવેલ ખરવાણી મુખ્ય પ્રાથમિક શાળાના પટાંગણમાં આજરોજ નવીન ચાર ઓરડાનું રૂપિયા 34 લાખના ખર્ચે ભૂમિપૂજન અને 74 લાખના ખર્ચે ખરવાણી મુખ્ય રોડથી કલાસવા ફળિયા સુધીના રોડનુ ભૂમિપૂજન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ઝાલોદ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મહેશ ભુરીયા, જીલ્લા પંચાયત સભ્ય સુનિલ હઠીલા, ડુંગરી તાલુકા પંચાયત ગામના સરપંચ રીના વસૈયા, સ્કુલ મેનેજમેન્ટ કમિટી મેમ્બર્સ ચીમન વસૈયા તાલુકા ઉપપ્રમુખ ભાજપના પ્રભારી મંત્રી શાળાના આચાર્ય ધર્મેન્દ્રસિંહ બારીયા દયારામ મકવાણા, ગ્રામ પંચાયત સભ્યો, શિક્ષક સ્ટાફ, બાળકો આગેવાનો, વડીલો, યુવાનો જનપ્રતિનિધિઓ, નાગરિકો મદયાહન ભોજન યોજના કર્મચારીઓ, એસ.એમ.સી સભ્યો આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આવેલ મહેમાનોનુ સ્વાગત આદિવાસી ઢોલના તાલે આદિવાસી નુત્ય આદિવાસી પહેરવેશમાં નાચગાન સાથે તેમજ બાળાઓએ કુંભભરી આવેલ મહાનુભવોને દીપપ્રગટાવીને વધામણા કર્યા હતા અને કંકુ થી તિલક કરી ઉમળકાભેર આવકાર્યા હતા અને સ્વાગત કરવામાં આવ્યું હતું.

ફતેપુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા શાળા પરિવાર તેમજ ખરવાણી પંચાયતનાં સરપંચ તેમજ ગ્રામજનો આગેવાનો મળીને આદિવાસી પાઘડી, શાલ ઓઢાડીને તૈમજ ચાંદીનું ભોરીયુ પહેરાવીને તેમજ અન્ય મહેમાનોને પુષ્પ ગુચ્છ થી તેમજ શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આવેલ મહેમાનોનુ પુષ્પ ગુચ્છ સ્વાગત બાદ શબ્દો થી સ્વાગત કરવામાં આવ્યું હતું. નવીન ઓરડાનુ ભૂમિ પૂજન વિધિવત મંત્રોચ્ચાર માટે અનુભવી અભ્યાસી મુનીમ મહંતના હસ્તે વિધિ કરવામાં આવી હતી અને આવેલા મહાનુભાવો દ્વારા ફળ વધેરી ભારત માતાના સરસ્વતી માતાની પૂજા અર્ચના તેમજ આરતી પૂજા કરીને જય જય ના નારા લગાવ્યા હતા ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના હસ્તે નવીન ચાર ઓરડાનુ ભૂમિ પૂજન હસ્તે તેમજ મહેમાનોના હસ્તે વિધિ વત રીતે કરવામાં આવ્યું હતું.

પ્રસંગને અનુરૂપ ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મહેશ ભુરીયા જે હાલમાં વિકાસ થયો છે. તેની વિગત અનુસાર ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓને પોતાના બાળકોના ભણતર પર ધ્યાન આપવા તેમજ શિક્ષકોને પોતાની કામગીરી સરકારના નક્કી કરીયા ધારાધોરણ અને નિયમોનુસાર ફરજ બજાવવા અનુરોધ કરાયો હતો. ગામને પ્રગતિ પંથે આગળ વધે તેમ શુભેચ્છા પાઠવી હતી. કાયકમનું સંચાલન દયારામ મકવાણા એ કર્યું હતું. નવિન ઓરડા અને નવિન રોડનું ભુમિ પૂજનથી બાળકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ આનંદ જોવા મળ્યો. ભૂમિપૂજન સમારોહ કાયકમમાં ઉપસ્થિતિ રહેનાર માટે ચા પાણી અને પૌંઆના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નાસ્તા બાદ કાયકમની પુણાઁહુતિ કરવામાં આવી હતી.