ઝાલોદ તાલુકાના કંબોઇ ધામ ખાતે મહેશ ભૂરિયા દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું

  • 17 તારીખે ચૂંટણી ફોર્મ ભરવા જવાની જાહેરાત કરવામાં આવી
    ઝાલોદ,
    ઝાલોદ તાલુકામાં ભાજપ દ્વારા હજુ સુધી વિધાનસભાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી તેવામાં મહેશભાઈ ભૂરિયા દ્વારા કાર્યકર્તાઓને ભેગા કરી કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમાં ખૂબ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓ દ્વારા મહેશભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા સાથે આખાં કંબોઇ ઘામને ગજવી દીધુ હતું અને મહેશભાઈ ભૂરિયા દ્વારા 17 તારીખે વિધાનસભાના ઉમેદવાર માટે ફોર્મ ભરવા માટે ઝાલોદ પ્રાંત ઓફિસ ખાતે જનાર છે. તેમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જાતે તેમના સમર્થનમાં હાજર રહે તેમ તેમણે જણાવ્યું હતું અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી હોવાથી સહુ કાર્યકર્તાઓ મહેશભાઈ ભૂરિયા માટે પ્રચાર ચાલુ કરી દે તેવું આહ્વાન પણ કરવામાં આવ્યું હતું.