
ઝાલોદ તાલુકાના રૂપાખેડા સેજામાં આવેલ કાળીમહુડી આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ.
આ આકસ્મિક મુલાકાતમાં આંગણવાડી કાર્યકર/તેડાગર હાજર હતા. કાળીમહુડી આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી. જેમાં પોષણ ટ્રેકર મુજબ લાભાર્થી છે કે નથી તે ચેક કરવામાં આવ્યું બાળકોને થીમ પ્રમાણે કાર્યકર દ્વારા પ્રવુતિ કરવામાં આવી. મેનુ મુજબ બાળકોને સવારનો નાસ્તો દૂધ સંજીવની યોજના અંતર્ગત આપવામાં આવ્યું. બપોરનો નાસ્તો બાળકો માટે અને પોષણ સુધાનું જમવાનું આપવામાં આવ્યું અને નાના નાના ભૂલકાઓને પ્રોગ્રામ ઓફિસર દ્વારા બાળકોને પગરખાં વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
તેમજ આંગણવાડી કેન્દ્રની ચકાસણી કરવામાં આવી. જેમાં આવેલ (એચ.સી.એમ સ્ટોક, ઝઇંછ સ્ટોક)ની ચકાસણી કરવામાં આવી. બાળકો દ્વારા કરવામાં આવેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણની ચકાસણી કરવામાં આવી.