ઝાલોદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં દર શુક્રવારે નિરામય દિવસની ઉજવણી કરવાની થાય છે. આ કાર્યક્રમ હેઠળ બિનચેપી રોગોની અટકાયત અને નિયત્રન માટે સ્ક્રીનિંગ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે.
આજરોજ તારીખ 12/07/2023 ના રોજ અર્બન હેલ્થ સેન્ટર ઝાલોદ ખાતે તાલુકાના આંગણવાડી કેન્દ્રના કાર્યકર અને તેડાગર બહનોની આરોગ્ય તપાસ કરવામાં આવેલ છે. જેમાં બ્લડપ્રેસાર, બ્લડગ્લુકોઝ, સ્તન કેન્સર તપાસ, મોઢાના કેન્સર વગેરે ચેક અપ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ કેમ્પમાં જીલ્લા કક્ષાએથી જીલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, પ્રોગ્રામ ઓફિસર દાહોદ ઈરાબેન ચૌહાણ, સ્થાનિક કક્ષાએથી મેડીકલ ઓફિસર કિંજલબેન કોળી, ઇનચાર્જ સીડીપીઓ હિરલબેન પટેલ, મુખ્ય સેવિકાબેન સરીતાબેન વગોણા અને કાર્યકરો અને તેડાગર બહનો હાજર હતા.