દાહોદ,
પ્રધાનમંત્રીના ટીબી મુકત ભારત અભિયાન 2025 અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઈ છે. ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે નિક્ષય મિત્ર બની દર્દીને દતક લઈ શકે છે. જે અન્વયે તા 15/02/2023ના રોજ ઝાલોદ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.કે. પાંડે નિક્ષય મિત્ર બની એક ટીબી દર્દીને દતક લેવામાં આવ્યા તથા ઝાલોદ તાલુકાના બીલવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. નિકીતા પટેલ દ્વારા નિક્ષય મિત્ર બની એક દર્દીને દતક લેવામાં આવ્યાં અને તેમને 6 મહીના ચાલે તેટલી ન્યુટ્રિશન કીટ આપવામાં આવી.