ઝાલોદ તાલુકાના ગરાડુ ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રખંડ દ્વારા નવરાત્રીના સાતમા દિવસે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

ઝાલોદ, ઝાલોદ તાલુકાનું ગરાડુ ગામ આદિવાસી વિસ્તાર છે. આ ગામના ભોળા આદિવાસી સમાજના લોકોને કેટલાક અસામાજિક પ્રવૃત્તિ ધરાવનાર લોકો દ્વારા ભ્રમિત કરી હિન્દુ ધર્મ માંથી અન્ય ધર્મમાં ક્ધવર્ટ કરવામાં આવેલ છે. તેવા સમાચારો કેટલીય વાર જોવા મળેલ છે. હવે ગરાડું નગરના આદિવાસી સમાજ ધીરે ધીરે ફરી જાગૃત થઈ રહેલ છે અને હિન્દુ ધર્મ છોડીને ગયેલ લોકોને સાચું માર્ગદર્શન મળતા ફરી હિન્દુ ધર્મ અપનાવી રહેલ છે. આ ગામમાં હિન્દુ જાગૃતિને લઈ અવારનવાર ધાર્મિક પ્રોગ્રામો મોટા પ્રમાણમાં યોજવામાં આવે છે જેથી અહીં વસનાર લોકોને હિન્દુ ધર્મ વિશે સાચી સમજ મળે.

ઝાલોદ તાલુકાના હરીશ કલાલ ગ્રાઉન્ડમાં મોટાં પ્રમાણમાં આદિવાસી ભાઈ બહેનો ગરબે રમવા અને ઘૂમતા નજરે પડે છે. આ સમાજને સાચી દિશા આપનાર આગેવાનો દ્વારા ધાર્મિક પ્રોગ્રામો કરી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા વિશે સમજ પણ આપવામાં આવે છે. અહીં રહેનાર લોકોને સાચી સમજ અને ધર્મ વિશે સાચી સમજ આપવાં તારીખ 21.10.2023 શનિવાર સાતમા નોરતે વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગદળ ઝાલોદ પ્રખંડ દ્વારા ઝાલોદ તાલુકાના ગરાડું ગામમા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામા ગામના લોકો વડીલો, માતા, બહેનો જોડાયા હતા. વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કેમ કરવું તથા શસ્ત્રનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ તથા આજે આપડી આસપાસ પણ રાક્ષસી વૃત્તિ છે તેમજ ગ્રામીણ વિસ્તારમાં ભલા ભોળા આપડા લોકોને જે લોભ લાલચ અને અંધ શ્રધ્ધામાં ફસાવી ધર્માંતરણ કરાવવામાં આવે છે તો પોતાની સનાતન સંસ્કૃતિ થી અલગના થવું જોઈએ બઘા લોકો સાથે મળી ઉત્સવો તહેવારો ઉજવીએ એવું જણાવવામાં આવ્યું હતું. જેમાં વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મનિષ પંચાલ, પ્રવિણ કલાલ, લોકેશ દવે, બળવંત ખોડ, નીતિન પ્રજાપતિ, નિર્મલ દરજી, જીજ્ઞેશ કલાલ તેમજ ગામમાં ગરબાનું આયોજન કરનાર હરીશ કલાલ હાજર રહ્યા હતા.