ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામના વ્યક્તિઓના વૃદ્ધ પેંશન યોજનાના રૂપિયા ઓટીપી દ્વારા ઉપાડવાનો કૌભાંડ બહાર આવ્યું

  • જાગૃત વ્યક્તિઓ દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરાતા કૌભાંડ આચરનારા સતેજ જોવા મળ્યા.
  • નગરમાં અગાઉ નકલી કચેરીનું કૌભાંડ તેમજ આ અગાઉ એસ.બી.આઇ બઁકમાં કૃષિ લોન કૌભાંડ અને હવે વૃદ્ધ અભણ ગરીબ પ્રજાના પેંશન યોજનાનું કૌભાંડ બહાર આવ્યું.

ઝાલોદ, ઝાલોદ નગર આદિવાસી વિસ્તાર ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારના ગરીબ આદિવાસી પ્રજા ખેતી પછી સરકારની સહાય યોજનાઓ પર પોતાનું જીવન નિર્વાહ કરતી હોય છે. સરકાર દ્વારા પછાત વિસ્તારમાં વિવિધ યોજનાઓ થકી વિકાસની અસંખ્ય યોજનાઓ મુકવામાં આવેલ છે, તે પૈકી વૃદ્ધ લોકો માટે વૃધ્ધ પેંશન યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલ છે. જે પેંશન વૃદ્ધ લોકોને તેમના ખાતામાં મળે છે. અહીંની અભણ પ્રજાને ગુમરાહ કરવા અમુક કૌભાંડી વચેટીયા બની કામગીરી કરતા હોય છે. આવો જ એક વૃદ્ધ પેંશન યોજનાનો કિસ્સો બહાર પ્રકાશમાં આવેલ છે.

ઝાલોદ તાલુકાના ધાવડીયા મુકામના વૃધ્ધ લોકો સરકાર દ્વારા ચલાવાતી વૃદ્ધ પેંશન યોજનાનો લાભ રહી રહેલ છે તે પૈકી અમુક કૌભાંડ આચરનાર લોકો દ્વારા આ અભણ વૃદ્ધ લોકોના ખાતામાં આવેલ રૂપિયા ઓ.ટી.પી દ્વારા બારોબાર પચાવી લીધા હોય તેવો કિસ્સો બહાર આવ્યો છે. ધાવડીયા મુકામે રહેતા ભાભોર દલાભાઈ સોમજીભાઈ, ભાભોર રતનબેન દલાભાઇ, ભાભોર રંગજીભાઇ કોમજીભાઇ એ એક અરજી દ્વારા વૃદ્ધ પેંશન યોજનામાં તેમના ખાતામાંથી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા રૂપિયા ઉપાડી છેતરપીંડી થઈ હોવાનું જણાવ્યું છે.

ઉપરોક્ત દરેક વ્યક્તિઓને અંદાજે એક વર્ષથી સરકાર દ્વારા મળતું વૃદ્ધ પેંશન તેમના ખાતામાં આપવામાં આવે છે પરંતુ કોઈ અજાણી કૌભાંડ આચરનાર વ્યક્તિ દ્વારા મોબાઇલ નંબર પર ઓ.ટી.પી. લઇ રૂપિયા બારોબાર સગેવગે કર્યાનો ઘટસ્ફોટ થયો છે. ઉપરોક્ત અરજદારો દ્વારા પોતાના પોસ્ટ ખાતામાં વધુ તપાસ હાથ ધરવામાં આવતા આ વૃદ્ધ પેંશન અજાણી વ્યક્તિ ઓ.ટી.પી લઇ ઉપાડી લીધેલ હોવાનું બહાર આવ્યું હતું.

ઉપરોક્ત દરેક વ્યક્તિના પોસ્ટમાં ખાતા છે જે અનુક્રમે 014110312186, 014110312180, 014110312199 નંબર છે અને અજાણી વ્યક્તિ દ્વારા ઉપરોક્ત ખાતા ધરાવનાર ખાતેદારોના ખાતા મોબાઇલ નંબર થી ઓ.ટી.પી લઈ રૂપિયા ઉપાડેલ છે. 9978819149, 6359897683, 9925078294 આ મોબાઇલ નંબર દ્વારા ઓ.ટી.પી લઈ રૂપિયા બરોબર ઉપાડવાનું બહાર આવેલ છે.

આ ત્રણ ફરિયાદી સિવાય પણ ઘણા બધા વૃદ્ધ દંપતીઓ આવી ઘટનાનો શિકાર બની હોઈ શકે છે. ઉપરોક્ત અરજી આપ્યા બાદ આ કૌભાંડ કરનારા સતેજ થઈ ગયેલ હોવાનું માલુમ પડેલ છે કેમકે અરજી કર્યા બાદ આ અરજી કરનારના ખાતા માંથી દંપતીને રૂપિયા મળેલ છે. તો અભણ ગરીબ પ્રજાને લૂંટનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી અગાઉ આ લોકોના રૂપિયા જે બારોબાર ઉપડી ગયેલ છે તે તેમને પાછા મળે તેવી માંગ પીડિત લોકો દ્વારા કરવામાં આવેલ છે.