ઝાલોદ તાલુકાના ચાકલીઆ ચેક પોસ્ટ પરથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપાયો

  • 716728 રૂપિયાનો મુદ્દામાલ ઝડપો.

ઝાલોદ,

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી હોય પોલિસ હવે વધારે સતર્ક અવસ્થામાં જોવાઈ રહેલ છે. ઝાલોદ ચાકલિયા ચેક પોસ્ટ પર તારીખ 29/11/2022 મંગળવારના રોજ પી.એસ.આઈ જી.બી.ભરવાડ તેમજ તેમનો સ્ટાફ આવતા જતા વાહનોને ચેક કરી રહેલ હતા. તે દરમ્યાન એમ.પી. તરફથી એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીના ચાલક દ્વારા વાહન ચેકીંગ થતી જોતા ચેક પોસ્ટ થી 100 મીટર દૂરના અંતરે બોલેરો ગાડી ઉભી રાખી તેમાંથી ઉતરી જંગલ વિસ્તારમાં નાસતો જોવા મળતા પોલિસ દ્વારા ઉભેલ બોલેરો ગાડી જી.જે.33. ટી.2760 ગાડીની તલાસી લેતા તેમાંથી 3,16,728 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને 4,00,000 રૂપિયા ગાડીની કિંમત થઇ 7,16,728 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.