ઝાલોદ,
ઝાલોદ તાલુકો કોંગ્રેસ પાર્ટીનો ગઢ ગણાય છે. તેવામાં દરેક રાજકીય પાર્ટી દ્વારા ગામે ગામ જઈ પ્રચાર ગ્રામસભાઓ ગજવી રહી છે અને દરેક રાજકીય પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યું છે અને દરેક પાર્ટીઓ જીતના દાવા સાથે પ્રચાર કરી રહી છે અને મતદારોને પોતાના બાજુ વોટ આપવા પ્રેરિત કરી રહ્યા છે પણ મતદારો હાલતો પોતાના પત્તા ખોલવા તૈયાર નથી અને વોટિંગ કરી કઈ પાર્ટીને જીતાવસે તે કલ્પવું અઘરૂ છે. મતદારો પુનરાવર્તન કરશે કે પરિવર્તન કરશે એતો મતદાન ગણતરીના દિવસે જ ખબર પડશે. દરેક રાજકીય પાર્ટીઓ કાર્યકર્તાઓનું મોટું જૂથ બનાવી, સંકલન બનાવી, એજન્ડાઓ બનાવી મતદારોને રીઝવી રહી છે પણ મતદારો ચૂપ રહી દરેક પાર્ટીઓના કામ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ઝાલોદ તાલુકામાં દરેક ઉમેદવારો અલગ અલગ વિસ્તારોમાં જઈ મીટિંગ ગોઠવી વાયદાઓની વહેંચણી કરી રહી છે અને મતદાન કરવા આકર્ષી રહી છે, પણ મતદાતાઓ હાલતો આ ચૂંટણી ઉત્સવ જોવાની, માણવાની તક ઉઠાવી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. દર રોજ દરેક પાર્ટી દ્વારા નવા નવા પ્રયોગો કરી મતદારોને વોટિંગ કરવાં અને પોતાની તરફેણમાં વોટ કરવા પ્રેરિત કરી રહી છે અને મતદારોને પોતાની તરફેણમાં વોટ કરવા આકર્ષિત કરી રહી છે. હવે જોવાનું રહ્યું કે મતદારો કઈ પાર્ટીને જીતાવશે…પુનરાવર્તન કરશે કે પરિવર્તન.
ઝાલોદ તાલુકાના મતદારોને લોભામણી લાલચથી રીઝવવા કોઈ પણ પાર્ટી માટે શક્ય નથી. દરેક મતદારો જે તે વિસ્તારોમાં થયેલ કામના આધારેજ ઉમેદવારોને વોટ કરશે એટલે કોઈ પણ ઉમેદવારને જીતવા માટે આ શીટ પર ખૂબ જ મહેનત માંગશે. મતદારો આ વખતે દરેક જાતના મુદ્દાઓ, સુવિધાઓને નજરમાં રાખી ઉમેદવારોને વોટ આપશે, હાલ તો દરેક ઉમેદવારો મોટી મોટી ગ્રામસભા અને રેલી દ્વારા ચૂંટણીમાં વ્યસ્ત જોવાય છે. હવે જોવાનું રહ્યું કે, કયો ઉમેદવાર વિજય થશે.