- અનાયાસે અનેક લોકો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બની રહેલ છે.
ઝાલોદ તાલુકામા ફ્રોડ કોલ કરી રૂપિયા ઠગતી ઠગ ગેંગનો વધારો થતો જોવા મળી રહેલ છે. આજકાલ ઝાલોદ નગરમાં ઠગ વ્યક્તિ દ્વારા બેંકના અધિકારી બની, લોનની લાલચ આપી, નોકરીની લાલચ, ન્યૂડ વિડિયો કોલ કરી, નકલી સરકારી અધિકારી બની, નકલી કોલર આઇડી નો ઉપયોગ કરી, સગા સંબંધી તેમજ મિત્રોના નામથી કોલ કરી, બેંકના ખોટા મેસેજ મોકલી, કુરિયર થકી, લોટરીની લાલચ આપી, કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, ફ્રોડ લિંક મોકલી ,આધાર અપડેટ કરાવવા જેવા અવનવા તુક્કા અજમાવી આમ જનતાને ફોસલાવી ફ્રોડ કોલ કરી છેતરપિંડી કરી રહેલ છે.
ઝાલોદ તાલુકામાં આજકલ અજાણ્યા કોલર દ્વારા રૂપિયાની છેતરપિંડી કરી રહેલ હોવાના બનાવોમા વધારો થયેલ છે. તેથી તકેદારીના ભાગ રૂપે અજાણ્યા નંબર બને ત્યાં સુધી ઉપાડવા જોઈએ નહીં અને જો કોલ ઉઠાવી લીધેલ હોય તો કોઈપણ વ્યક્તિના નામથી જો રૂપિયાની માંગણી કરે તો ધ્યાન આપવું નહીં અને એવા અજાણ્યા કોલરની કોઈપણ વાતોમાં ફસાવુ નહી. ઓનલાઇન ફ્રોડની નવી-નવી રીતો સામે આવી રહી છે, જેમાં સાયબર ગુનેગારો લોકોને જાળમાં ફસાવે છે. આમ, આ દિવસોમાં એક નવી રીત ચર્ચામાં છે. જેમાં લોકો માત્ર એક ફોન કોલ કરીને લોકોનું બેન્ક એકાઉન્ટ ખાલી રહ્યાં છે
સાયબર ગુનેગારો અનેક ટેકનીકો અજમાવી બેન્ક એકાઉન્ટ કરી રહ્યાં છે. આજકલ ઓનલાઇન ફ્રોડની નવી-નવી રીતો સામે આવી રહી છે. જેમાં સાયબર ગુનેગારો લોકોને જાળમાં ફસાવે છે. આમ, આ દિવસોમાં એક નવી રીત ચર્ચામાં છે. જેમાં લોકો માત્ર એક ફોન કોલ કરીને લોકોનું બેન્ક એકાઉન્ટ ખાલી રહ્યાં છે. ડિઝિટલ પેમેન્ટ જે રીતે લોકપ્રિય થઇ રહ્યું છે, એ રીતે સાઇબર ફ્રોડની ઘટનાઓ પણ વધી રહી છે. સાઇબર ગુનેગારો લોકોને ઠગવા માટેની નવી-નવી રીતો અજમાવી રહ્યાં છે. છેલ્લાં દિવસોમાં સાઇબર ફ્રોડનાં અનેક મામલા એવા સામે આવ્યા છે.
જેના વિશે સાંભળીને લોકોનું માંથુ ફરવા લાગ્યું છે. આ માટે તમારા પર કોઇ ઘઝઙ આવતો નથી અને સાથે કોઇ મેસેજ પણ આપતો નથી, તેમ છતાં બેન્ક એકાઉન્ટ માંથી પૈસા જતા રહે છે. આ બધુ સાયબર અપરાધી આધાર બેસ્ડ પેમેન્ટ સિસ્ટમનાં લૂપ-હોલનું ઉપયોગ કરી રહ્યાં હતા. જોકે, આ રીતે ફ્રોડથી બચવા માટે લોકોએ ખાસ કરીને અનેક સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. જેથી નગરના દરેક લોકો સાવધાન બને અને સતર્ક બને.