ઝાલોદ, આવનારી 07-05-2024 મંગળવારના રોજ ગુજરાતમાં યોજાનારી લોકસભાની ચૂંટણી અન્વયે ઝાલોદ તાલુકામાં સેન્ટ આનોઁલ્ડ તેમજ સાયન્સ કોલેજ ખાતે ચૂંટણીની કામગીરીમાં નિમણૂક થયેલ અધિકારી, કર્મચારીઓ, પોલીંગ સ્ટાફ, ઝોનલ ઓફિસર, મદદનીશ ઝોનલ ઓફિસર, પોલીસ સ્ટાફ, રીસીવીંગ ડિસ્પેચીંગ સ્ટાફ તેમજ 19 ઝાલોદ ( અ.જ.જા ) સંસદીય વિસ્તાર બહારના છે તેમજ જેમણે ફોર્મ 12 ભરી ઝાલોદ કચેરીએ પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરવા માંગણી કરેલ છે તેવા મતદારોને મતદાન કરાવવા અને આવશ્યક સેવા સાથે સંકળાયેલ મતદારો માટે ફેસીલીટેશન સેંટર બનાવવામાં આવેલ હતું અને ત્યાં જઈ દરેક મતદારોએ પોતાના નામની ખરાઈ અને વેરિફિકેશન કરાવી મતદાન કર્યું હતું.
આજરોજ તારીખ 29-04-2023 સોમવારના રોજ પોલીંગ સ્ટાફ માટે સાયન્સ કોલેજ અને પોલીસ સ્ટાફ માટે અને આનોઁલ્ડ સ્કૂલ ખાતે ચૂંટણી કર્મચારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજવામાં આવ્યું હતું. ભારતીય ચુંટણી કમિશનર દ્વારા ચુંટણી પ્રક્રિયાની કામગીરીમા રોકાયેલ તમામ લોકોનું તબક્કા વાર મતદાન યોજવામાં આવી રહેલ છે.