ઝાલોદ તાલુકામા બોર્ડની પરીક્ષા આપતા છાત્રોને પ્રાંત અધિકારી દ્વારા મોઢું મીઠું કરાવી પુષ્પગુચ્છ આપી કસોટી માટે શુભેચ્છા પાઠવી

પ્રાંત અધિકારીએ બાળકોને નિર્ભય બની પરીક્ષા આપવા પ્રોત્સાહન આપ્યું.

આજરોજ તારીખ 11-03-2024 ના રોજ બોર્ડની પરીક્ષાનો આરંભ થયો હતો. આ પરીક્ષામા બાળકો માટે પ્રથમ દિવસ હોઈ તેમના વાલીઓ પણ આવેલ હતા. ઝાલોદ નગરના કેળવણી મંડળના પ્રાંગણમાં પરીક્ષા આપવા માટે આવનારા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવવા તેમજ કેન્દ્રના નિરીક્ષણ માટે પ્રાંત અધિકારી ભાટિયા આવેલ હતા.

પ્રાંત અધિકારી ભાટિયાએ બોર્ડની પરીક્ષા આપવા આવેલ વિધાર્થીઓને પુષ્પગુચ્છ આપી ગોળ થી મોઢું મીઠું કરાવી કેંદ્રના પ્રાંગણમાં પ્રવેશ આપ્યો હતો. સાથે સાથે દરેક વિધાર્થીઓને શાંત ચિત્તે, નિર્ભય પણે પરીક્ષા આપે તેવા સૂચન આપેલ હતા. એચ.એસ.સી ઝોનલ અધિકારી જીગ્નેશભાઈ દ્વારા બોર્ડની તૈયારી વિશે સંપૂર્ણ માહિતી થી પ્રાંત અધિકારીને આપી હતી.

ઝાલોદ તાલુકામાં ધોરણ-10માં પ્રથમ પેપર ગુજરાતી અને અંગ્રેજી વિષયનુ લેવામાં આવેલ હતું. સંપૂર્ણ પરીક્ષા દરમ્યાન કોઈ પણ ચોરીના કેસ બનેલ ન હતા. દરેક વિધાર્થીઓએ સારા વાતાવરણ વચ્ચે પરીક્ષા પૂર્ણ કરેલ હતી. ઝાલોદ ઝોનમા કુલ 10210 વિદ્યાર્થી પરીક્ષા આપનાર હતા. તેમાંથી કુલ 9714 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 496 વિધાર્થીઓ ગેરહાજર રહેલ હતા