ઝાલોદ, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં છેલ્લા ધણા સમયથી આધારકાર્ડમાં સુધારા-વધારા કરાવવા માટે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત અને ડીજીટલ ગુજરાતની વાતો કરે છે પરંતુ બીજી બાજુ ઓનલાઈનની કામગીરીમાં છાશવારે સર્વર ડાઉન જોવા મળી રહ્યુ છે. તાલુકામાં 18 વર્ષની નીચેના વયના બાળકોના આધારકાર્ડમાં નામ સહિતની સુધારાની કામગીરી જન્મના દાખલ આધારિત સુધારો કરે છે. હાલમાં જન્મના દાખલો સરકાર દ્વારા ઓનલાઈન કાઢી આપે છે. જન્મના દાખલામાં અરજદારનુ નામ અને પિતાનુ નામ અલગ અલગ લખવામાં આવે છે. દાખલાઓમાં આખુ નામ એક લીટીમાં આલેખાતુ નથી. જયારે આધાર કાર્ડમાં સુધારા માટે મહત્વનુ જન્મનુ પ્રમાણપત્ર ગણવામાં આવે છે. ત્યારે દાખલામાં અલગ અલગ નામો હોવાથી આધારમાં નામ અને જન્મતારીખ સહિતનો સુધારાની કામગીરી અટવાઈ પડતા હજારો અરજદારોને આધાર કાર્ડ સેન્ટર પર ધરમ ધકકા ખાવાનો વારો આવ્યો છે. જન્મ પ્રમાણપત્રમમાં સળંગ નામ ન હોવાના કારણે આધારકાર્ડની ઓનલાઈન સિસ્ટમ અરજી જનરેટ થતી નથી. જેથી સરકાર દ્વારા જન્મ પ્રમાણપત્રમાં નામ એક જ લીટીમાં આવે તે માટે અરજદારો માંગ કરી રહ્યા છે.