ઝાલોદ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડો.મિતેશ ગરાસિયા જાહેર કરાયા

  • સમર્થકો દ્વારા ફટાકડા ફોડી પાર્ટીના નિર્ણયને વધાવી લેવામાં આવ્યો.
  • કોંગ્રેસ પાર્ટીમાં તાલુકા પ્રમુખ અને અન્ય પાર્ટીના કાર્યકારો અસંતોષ વ્યક્ત કરાયો.
    ઝાલોદ,
    ઝાલોદ તાલુકાના કોંગ્રેસ પાર્ટી દ્વારા ડો મિતેશ ગરાસિયાને પાર્ટી તરફ થી ટિકિટ આપવામાં આવતા સમર્થકો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી પાર્ટીના નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો. ડો. મિતેશ ગરાસીયાએ પોતાની કારકિર્દી ઝાલોદ નગરમાં ડોક્ટર તરીકે કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસની ટિકિટ 2012 માં મળતા તેઓ સક્રિય રાજકારણમાં જોડાયા હતા અને 40,000 ઉપરાંત જેટલા વોટો થી ઝાલોદની સીટ જીતેલા હતા. ત્યાર બાદ પાર્ટી દ્વારા 2017 માં તેમને બ્રેક આપી નવાં ઉમેદવાર ભાવેશ કટારાને ટિકિટ આપવામાં આવી હતી. તેઓ પણ 40,000 ઉપરાંત વોટો થી જીતેલા હતા. એટલે કહી શકાય કે, ઝાલોદ નગરમાં મતદારો કોંગ્રેસ પાર્ટીમાં વિશ્ર્વાસ કરે છે. હાલના ધારાસભ્ય ભાવેશ કટારા નિષ્ક્રિય રહેતા કોંગ્રેસ પાર્ટી દ્વારા ફરી ડો. મિતેશ ગરાસિયાને ટિકિટ આપવામાં આવેલી છે. મિતેશ ગરાસિયાના સહુ સમર્થકો આજે ઝાલોદ કોંગ્રેસ ઓફિસ પર ઉમટી પડેલ હતું અને તેમને જીતવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    ઝાલોદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ મૂકેશ ડાંગી અને અન્ય સમર્થકો દ્વારા જાહેર થયેલ મિતેશ ગરાસિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો. મૂકેશ ડાંગી અને સમર્થકો દ્વારા કોંગ્રેસ પાર્ટીને કહેવામાં આવ્યું કે, જો મિતેશભાઈ ગરાસિયાને આપેલ ટિકિટ પાછી નહીં ખેંચાય તો તેઓ અને પાર્ટીના અન્ય કાર્યકરો સામૂહિક રાજીનામા આપી દેશે અને અન્ય ઉમેદવાર પસંદ કરી અપક્ષમાં ચૂંટણી લડવા તૈયાર રહેશે.