ઝાલોદ, ઝાલોદ બ્રહ્માકુમારી વિશ્ર્વ વિદ્યાલયના સંચાલિકા મીતાદીદી દ્વારા સહુને ઈશ્ર્વરીય સંદેશ આપી સકારાત્મક વિચારો થકી જીવન જીવવાનો સંદેશો આપ્યો.
ઝાલોદ બ્રહ્માકુમારીઝ વિશ્ર્વ વિદ્યાલયના સંચાલિકા મીતાદીદી દ્વારા નગરના એસ.ટી. ડેપો, સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ડી.વાય.એસ.પી. કચેરીએ પહોંચી રક્ષાબંધનના પવિત્ર દિવસની ઉજવણી કરી હતી.
સહુ પ્રથમ તેઓએ નગરના એસ.ટી. ડેપો ખાતે પહોંચી સહુ કર્મચારીઓ સાથે ત્યારબાદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલના ડોક્ટર અને કર્મચારીઓ સાથે અને છેલ્લે ડી.વાય.એસ.પી. કચેરીએ જઈ રક્ષા સૂત્ર બાંધી સહુનું મોઢું મીઠું કરાવ્યું હતું. મીતાદીદીએ દરેક જગ્યાએ જઈ ઈશ્ર્વરીય સંદેશ આપતા કહ્યું હતું કે આપણે સહુ શીવબાબાના સંતાન છીએ. આપણે સહુએ જીવનમાં સદા સત્કાર્ય થકી સત્કર્મ કરતા રહેવું જોઈએ. કદી કોઈના વિશે ખોટું વિચારવું ન જોઈએ. આપણે સહુએ એક બીજા પ્રત્યે પ્રેમભાવ, સત્કાર તેમજ દયાભાવ રાખવો જોઈએ. આપણે સદા સારા વિચારો થકી જીવન જીવવું જોઈએ કદી પણ કોઈ પણ પરિસ્થિતિમાં નશીપાસ કે ઘબરાવુ જોઈએ નહીં. જીવનમાં ગમે તેવા સંજોગો હોય છતાય જીવનમાં નકારાત્મક વિચારો આવવા જોઈએ નહીં. આપણે પોતે સારા બનીએ અને બીજાને પણ સારા સમજીએ, નિર્ગુણ વિચારો થકી કદી જીવન જીવાતુ નથી. જીવનનો સાચો ઉદ્દેશ સારા આચાર વિચાર અને સકારાત્મક વલણ થકી જ મોક્ષ મળી શકે છે. આવા ઘણા બધા ઉદાહરણો આપી જીવન જીવવાની સાચી પદ્ધતિ મીતાદીદીએ બતાવી હતી.
છેલ્લે મીતાદીદીએ ડી.વાય.એસ.પી. પટેલ, ઝાલોદ સી.પી.આઇ રાઠવા, પી.એસ.આઇ. રાઠવા તેમજ સુખસરના પી.એસ.આઇ. ભરવાડ તેમજ સહુ પોલિસ કર્મચારીઓ તેમજ અન્ય સ્ટાફને રક્ષા સૂત્ર બાંધી સહુને નગરના બ્રહ્માકુમારીઝ વિશ્ર્વ વિદ્યાલયની મુલાકાતે આવવા આમંત્રણ પણ આપવામાં આવેલ હતું.