દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ નગરની શ્યામવિહાર સોસાયટીમાં ત્રાટકેલી બાઈક ચોર ટોળકી એક મકાન આગળ લોક મારી પાર્ક કરેલ રૂા. 45,000ની કિંમતની મોટર સાયકલ ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.
ફતેપુરા તાલુકાના ખાતરપુરના મુવાડા ગામે ડામોર ફળિયામાં રહેતા અરવીંદભાઈ વીરજીભાઈ ડામોર પોતાની રૂા. 45000ની કિંમતની જીજે-20 એ.એન-0396 નંબરની હીરો કંપનીની મોટર સાયકલ તા. 17-6-2023ના રોજ રાતના સમયે સ્ટેરીંગ લોક મારી ઝાલોદ શ્યામ વિહાર સોસાયટીમાં પાર્ક કરી હતી તે મોટર સાયકલ રાતના સમયે બાઈકચોર ટોળકી ચોરીને લઈ ગઈ હતી.
આ સંબંધે ખાતરપુરના મુવાડા ગામે રહેતા અરવીંદભાઈ વીરજીભાઈ ડામોરે નોંધાવેલી ફરિયાદને આધારે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.