- પરશુરામ જન્મોત્સવ નિમિત્તે રાજસ્થાન થી આવેલ વિપ્ર ફાઉન્ડેશન બાંસવાડા જીલ્લાના ઉપપ્રમુખ કૈલાશજી પારીખ દ્વારા નગરમાં વિપ્ર ફાઉંડેશનની રચના કરાઈ.
ઝાલોદ,ઝાલોદ નગરના સોમનાથ મંદિર ખાતે આજ રોજ તારીખ 22-04-2023 શનિવારના રોજ સાંજે 7:30 કલાકે સીમાવર્તી બ્રહ્મ સમાજના સહુ લોકો પરશુરામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ભેગા થયેલ હતા. સહુ પ્રથમ સહુ બ્રહ્મ સમાજના પાયાના કાર્યકર્તાઓ દ્વારા દિપ પ્રજ્વલિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ વર્ષ દરમ્યાન બ્રાહ્મણ સમાજના પરિવારો માંથી મૃત થયેલ આત્માની શ્રધાંજલિ પેટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. સાથે સાથે હાલમાં જમ્મુ કાશ્મીરની પૂંછ બોર્ડર પર શહિદ થયેલ પાંચ જવાનો માટે પણ બે મિનિટનું મૌન પાળવામાં આવેલ હતું. તેમજ આ નિંદનીય આતંકી હુમલાને સીમાવર્તી બ્રહ્મ સમાજના ઉપસ્થિત સહુ લોકો દ્વારા શખ્ત શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઉપસ્થિત સહુ ભૂદેવો દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પરશુરામ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી.
પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સમાજના વડીલ ઝાબરમલ શર્મા દ્વારા આજના સમયમાં સમાજને એક નવી શક્તિ તેમજ જોશ ભેર એકતા દર્શાવી કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો. રાજસ્થાન માંથી આવેલ અને વર્ષો થી નગરના બ્રહ્મ સમાજ સાથે જોડાયેલ બાંસવાડા વિપ્ર ફાઉન્ડેશનના ઉપપ્રમુખ કૈલાશજી પારીખ દ્વારા સમાજને નવી દિશા આપવા માટે હાકલ કરી હતી અને તે માટે તેમના દ્વારા નગરમાં વિપ્ર ફાઉંડેશનની રચના કરવામાં આવી હતી. વિપ્ર ફાઉંડેશન ઝાલોદના પ્રમુખ તરીકે કૌશિક દવે, સેક્રેટરી તરીકે કૈલેશ ઉપાધ્યાય તેમજ કોષાધ્યક્ષ તરીકે વિજય શર્માની નિયુક્તિ સર્વ સંમતિથી કરવામાં આવી હતી.
વિપ્ર ફાઉંડેશન રાજસ્થાનથી ઝાબરમલજી શર્મા રમાકાંતજી પારીખ ,દિનેશજી દીક્ષિત, કૈલાશજી પારીખ,રમેશજી શર્મા, રમાકાંતજી શર્મા, ક્રિષ્ણા પારીખ ,સુનિલ પારીખ ,મૂકેશ પારીખ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.
ઝાલોદ નગરના સીમાવર્તી બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા સહુ ઉપસ્થિત લોકોનું આભાર માની સહુ લોકોએ છેલ્લે આરતી કરી મહાપ્રસાદ પણ સાથે લીધો હતો. સમાજના સહુ લોકોની સંમતિ થી 2024 નો પરશુરામ જન્મોત્સવની ઉજવણી ગાંગડતલાઈ કરવા માટે સહુ લોકો દ્વારા સંમતિ આપવામાં આવી હતી.