ઝાલોદ, ઝાલોદ શહેરના દેવજીએ સરસવાણી તરફથી મુવાડા વિસ્તારમાં પસાર થતી ટીટોડી નદી સિંચાઈ યોજનાની નહેરમાં ચોમાસાના એકાએક વરસતા વરસાદ નહેરમાં પાણીનો પ્રવાહ સ્થાયી થતાં ઉનાળા દરમિયાન નહેરમાં ઠલવાયેલો કચરો અને અન્ય કારણોસર પાણીનો પ્રવાહ રોકાયેલો હતો. સમગ્ર નહેરમાં ગંદકીનુ સામ્રાજય જોવા મળી રહ્યુ છે.
તેવામાં સરકારી આરામગૃહ ઝાલોદથી મુવાડા નાકા સુધી લગભગ 1 કિ.મી.ની નહેર ગંદા પાણીથી ભરાયેલ જણાય છે. પાણીના ખડકલામાં દુર્ગંધ મારતુ પાણી ભરાયેલુ હોય આજુબાજુ વસતા લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ રહી છે. ત્યારે સિંચાઈ વિભાગ અને નહેર સંચાલન જવાબદાર તંત્ર તેમજ નગરપાલિકા ઝાલોદનો વિસ્તાર હોય નગરપાલિકા તંત્રી, આરોગ્ય તંત્ર સહિતના લોકોએ તાત્કાલિક ધોરણે વિસ્તારનુ સર્વેક્ષણ કરી ગંભીર ગંદકી દુર કરવા પગલા ભરી લોકોને સમસ્યાથી ઉગારે તેવી માંગ ઉઠી છે. મચ્છરોનો ઉપદ્રવ અને અન્ય કાદવ-કિચડને લઈ દુર્ગંધનુ સામ્રાજય ફેલાયુ છે. ત્યારે મચ્છરોનો ઉપદ્રવ વધે અને રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાલિકા તંત્ર પગલા ભરે તે જરૂરી છે.