દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં રોજબરોજ ટુ ફોર વ્હીલર વાહન ચાલકો નાના મોટા વાહન અકસ્માતો નોતરી રહ્યા છે. જેમાં કેટલાક નિર્દોષ લોકો કાળનો કોળિયો પણ બની રહ્યા છે. જ્યારે કેટલાક લોકો ગંભીર શારીરિક ઈજાઓના શિકાર થઈ રહ્યા છે. તેવી જ રીતે ગત રાત્રીના ઝાલોદ થી સંતરામપુર જતા હાઇવે માર્ગ ઉપર ઘાણીખુટ ક્રોસિંગ પાસે કાર ચાલકે તેના તેના કબજાની કાળા કલરની કાર નંબર જીજે-06-ઈક્યુ-7110 ઉપરથી કાબુ ગુમાવતા ઘાણીખુટ ક્રોસિંગ પાસે આ કાર હાઇવે માર્ગની બાજુમાં આવેલ ગુલ મોહરના એક વૃક્ષ સાથે અથડાઈ હતી. જેમાં વૃક્ષ ભાગીને ભૂકો થઈ ગયો હતો અને કાર ભાગેલા વૃક્ષના થડ ઉપર ચડી જવા પામી હતી. જ્યારે અકસ્માત ગ્રસ્ત કારને આગળના બોનટ સહિત મશીનને નુકસાન પહોંચવા પામ્યું હોવાનું જાણવા મળે છે. જોકે, આ કારમાં સવાર લોકોની જાનહાની ટળતા સામાન્ય ઇજા પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.