ઝાલોદ રામસાગર તળાવમાં ન્હાવા પડેલ બે વ્યક્તિ ડૂબી જતાં ફાયર વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યા

  • મોકડ્રીલ હોવાનું જાણવા મળતા નગરજનોએ હાશકારો અનુભવ્યો

જીલ્લાના ઝાલોદ નગરમાં આવેલ રામસાગરમાં બે વ્યક્તિઓ તણાયા હોવાની ખબરો સાથે ઝાલોદ પંથકમાં સભ્યતા વ્યાપી જવા પામી હતી. ત્યારે દાહોદ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમને મામલતદારની ટીમને સાથે રાખી યોજવામાં આવી હોવાનું નગરજનોને જાણવા મળતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

ઝાલોદ નગરના રામસાગર તળાવ ખાતે બે વ્યક્તિના ડૂબી જવાના સમાચાર નગરના ફાયર વિભાગ તેમજ એમ્બ્યુલન્સને મળતા તૈયારીમાં ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ 108 એમ્બ્યુલન્સ રામસાગર તળાવ ખાતે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગના ઈન્ચાર્જ બચુભાઈ અને તેમના સ્ટાફની સુંદર કામગીરી અને સમયસૂચકતા થી તળાવમાં ડૂબી રહેલ બંને વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા. આ સમાચાર વાયુવેગે નગરમાં ફરતા તળાવ પર મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડેલ હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌ લોકોને નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મામલતદારના કર્મચારીઓને સાથે રાખી મોકડ્રિલ કરવામાં આવેલ છે, તે સાંભળી સહુને હાશકારો થયેલ હતો અને આ યોજવામાં આવેલ મોકડ્રિલમાં ફાયર વિભાગની સુંદર કામગીરીને ઉપસ્થિત સૌ લોકોએ સરાહી હતી. ગુજરાત સરકાર દ્વારા વર્ષાઋતુ 2024 ની પૂર્વ તૈયારીના ભાગરૂપે અચાનક આવી પડેલ આપત્તિને પહોંચી વળવા મોકડ્રિલ કરવાનું સૂચન દરેક નગરપાલિકાને કરેલ હતું. તેના ભાગરૂપે ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ બચુભાઈ દ્વારા સમગ્ર ઘટનાક્રમનુ વાસ્તવિક પરિસ્થિતિ હોય તેમ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલ હતી અને તળાવમાં કોઈ ડૂબી નથી રહ્યું તે સાંભળી ઉપસ્થિત સૌ લોકોએ હાશકારો લીધો હતો.