ઝાલોદ રામનગરમાં બાળ ક્રિંડાગણને તાળાબંધી કરતા રોષ

ઝાલોદ, ઝાલોદના રામનગર પાસે કેટલાક વર્ષ અગાઉ બાળકોને રમત ગમત મળે તે આશયથી બનાવવામાં આવેલ બાળ ક્રિંડાંગણ જાળવણીના અભાવે જોખમી થઈ જતા રિપેરીંગ કરાવવા અનેકવાર રજુઆતો કરવા છતાં ઘ્યાને લેવાના બદલે નગરપાલિકાએ તાળાબંધી કરી દેતા વાલીઓમાં રોષ ફેલાયો છે.

ઝાલોદમાં રામનગર નજીક બાળકોને રમવા અને મનોરંજન મળી રહે તે માટે બાળ ક્રિંડાંગણને બનાવવામાં આવ્યો હતો. જેમાં બાળકોને રમવા માટે સાધનો લગાવવામાં આવ્યા હતા. અને નગરના બાળકો પણ હોશે હોશે રમવા આવતા હતા. ત્યારેબાદ સમયસર સાધનોની જાળવણી ન કરાતા તેમાં લગાવવામાં આવેલા લપસણીના પતરા, બેસવા માટેની બેંચ, ઝુલા સહિત અન્ય સાધનો તુટી જતાં બાળકો માટે જોખમી બન્યા હતા. સાથે સાથે આસપાસની દિવાલો જર્જરિત હોવાના કારણે રિપેરીંગ કરવા સ્થાનિકો દ્વારા અનેવાર રજુઆતો કરવામાં આવી હતી પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા આવા બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલ બગીાને નગરપાલિકાએ તાળુ મારી બંધ કરી દેવાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. આગામી મહિનામાં ઉનાળુ વેકેશન પડશે. ઝાલોદમાં એકમાત્ર બાળ ક્રિડાંગણ જે નગરપાલિકા દ્વારા તાળુ મારી બંધ કરી દેવામાં આવ્યો છે.જેથી નગરના વાલીઓમાં પોતાના બાળકોને રમગ ગમત માટે ત્યાં કયાં લઈ જવા એ પ્રશ્ર્ન ઉભો થયો છે. ત્યારે નગરપાલિકા દ્વારા બાળક્રિડાંગણ સાધનોની જરૂરી મરામત કરાવી પુન: શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે.