ઝાલોદ, ઝાલોદ નગરની હિન્દુ સનાતન ધર્મ સમિતિ સદા સહુ હિન્દુ ઉત્સવ ખૂબ જ ધામ ધૂમથી ઉજવતા આવ્યા છે. આ વખતે ભગવાન જગન્નાથની નગરની 7મી રથયાત્રા નીકળનાર છે અને તેના આયોજનમાં કોઈ કચાશ ન રહે તે માટે રથયાત્રા પૂર્વે આજ રોજ 22-05-2023 ના સોમવારના દિવસે રામેશ્ર્વર મહાદેવ મંદિરે બેઠક યોજાઈ હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાય, તે માટે ઉપસ્થિત સહુ લોકો પાસે માર્ગ દર્શન લેવામાં આવ્યું હતું. તેમજ આગામી તારીખ 20-06-2023 નારોજ નગરમાં નીકળનાર રથયાત્રામાં વિશેષ શું કરવું. તેવા મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત સહુ લોકોનો એક જ સૂર હતો કે નગરમાં યોજાનાર રથયાત્રા ભવ્યાતિભવ્ય હોવી જોઈએ.