- ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામ મામાને ( રામદ્વારા ) મંદિરે આવ્યા .
દાહોદ,ઝાલોદ નગરના મુવાડામા આવેલ ભગવાન રણછોડરાયના પૌરાણિક મંદિર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામની નિત્ય પૂજા આરતી થાય છે. શાસ્ત્રો મુજબ જગન્નાથ ભગવાન તેમના ભાઈ-બહેન સાથે મામાને ઘરે જાય છે. આ વર્ષે ઝાલોદમા બિરાજમાન ભગવાન જગન્નાથ મામાને ઘરે ( રામદ્વારા મંદિરે ) વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ગયેલ હતા.
જગન્નાથ ભગવાનની સ્નાન વિધિ આજ રોજ તારીખ 22-06-2024 પૂનમના દિવસે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ રામદ્વારા મંદિરે યોજાઈ હતી. આ સ્નાન વિધિના પૂજન અવસર પર પૂજન વિધિના આચાર્ય ક્રાંતેશ મહારાજ દ્વારા વિગતવાર માહિતી સાથે પૂજન અર્ચન કરવામાં આવેલ હતું. રથયાત્રા પૂર્વે સ્નાનવિધિનુ શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ છે.
આજના પૂનમના દિવસે યોજાયેલ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામની સ્નાન વિધિ સમારોહ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યોજાયેલ હતી. આજની પૂનમને દેવ સ્નાન પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન જગન્નાથને સ્નાન કરાવ્યા પછી ભગવાન બીમાર પડી જાય છે અને તેમની આંખો પણ આવી જાય છે, તેથી તેમની આંખે પાટા બાંધી દેવામાં આવે છે. રામદ્વારા મંદિર ભગવાન જગન્નાથના જય જયકાર સાથે ગુંજી ઉઠયું હતું.
આજના દેવ સ્નાન પૂજા વિધિનો લ્હાવો યોગેન્દ્ર ચૌહાણ, ઉપેન્દ્ર પંચાલ, દેવ પીઠાયા, સંતોષ ભગોરાએ લીધો હતો. આજના સ્નાન વિધિમા નગરના અન્ય ભાવિક ભક્તો પણ ઉપસ્થિત રહેલ હતા છેલ્લે ભોગ, પૂજા, આરતી કરી સૌ ભક્તોએ પ્રસાદનો લ્હાવો લીધો હતો.