- યુરિયા ખાતર 266.50ના બદલે 380 રૂપિયામા વહેચવા લાયન્સ આપ્યુ હોય તેવી અધિકારીઓની બેફામ છુટ.
ઝાલોદ,ઝાલોદ નગરમા માર્કેટ યાર્ડની અંદર આવેલ રામદેવ ખાતર વિક્રેતાએ માર્કેટ યાર્ડ પોતાના ગોડાઉન ગોડાઉનમાથી બારોબાર યુરિયા ખાતરના 380 ભાવે ખુલ્લેઆમ લુંટ મચાવી વેચાણ કરતા ખેડુતોમા આક્રોશ.
સરકારી નિયમ અનુસાર ખાતર વિક્રેતાએ સરકારના નિયત કરેલ ભાવમા પ્રમાણે ખાતરની વહેચણી કરવી બિલ આપવુ અગુઠો લેવો સંચાલકના નામનો બોર્ડ મારવો તેમજ ખાતરની કિમંત દર્શાવતો બોર્ડ લગાવવો ભાવપત્રક તેમજ સ્ટોકપત્રક અભાવ જોવા મળ્યો હતો.
ઉપરોક્ત બાબતે અધિકારી જોડે ટેલિફોન સંપર્ક કરાતા વારંવાર આવુ છુ પહોંચી ગયા બસ બે મિનિટ પહોચવા જ કરીએ છે. તેવુ જણાવેલ ત્યાર બાદ અચાનક ફોન બંધ કરીને બેજવાબદાર બન્યા તો શું આવા ખાતર વિક્રેતા સંચાલક તથા બેજવાબદાર અધિકારી સામે કાર્યવાહી થશે કે નહી તે જોવાનું રહ્યું.
જાણવા વિગત અનુસાર સંચાલકના નામે લાયન્સ હોવા છતા તેની સતત દુકાનમા ગેરહાજરીમા ફકત નોકર સંચાલન કરી બારોબાર ખાતરનો વેપાર કરવો અધિનિયમ વિરૂદ્ધ જણાઈ આવે છે, સાથે જ કાળાબજારી કરવાની ખુલ્લી છુટ આપી હોય તેવું જણાય આવે. આમ, સંચાલકની ગંભીર બેદરકારીના કારણે લાયન્સ પણ રદ્દ થવુ જોઈએ તેવી ખેડુત માંગ છે, મોટા ભાગના ખેડુતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઉગાડેલા પાકો પર કરે છે. ખેતરમાં વાવવામાં આવેલ ડાંગર, ઘઉ વિવિધ પાકોને ખાતરની જરૂર પડતી હોય છે. જ્યારે ખેડુત ખાતર લેવા માટે જાય છે તેઓ પાસે મૂળ કિંમત 266.50 રૂપિયા લેવાના બદલે 370 અને 400 રૂપિયા જેવી કાળા બજારની કિંમતો વસુલી ખેડુતો પાસે લૂંટફાટ કરી ખાતર વેચાણ કરવાના કિસ્સાઓ જોવા મળ્યા, જ્યારે આ બાબતે ઉચ્ચ અધિકારી સાથે ટેલિફોન જાણ કરતા આવીએ છે ચોક્કસ કાર્યવાહી કરીશું જેવા જવાબો જણાય આવ્યા હતા. ફોન પણ બંધ કરી અધિકારીઓ પોતાની જવાબદારી નિભાવવા બદલે બેદરકારી જોવા મળી આવે છે. ત્યારે અધિકારીએ પણ પોતાની ફરજ ન નિબાવી વિક્રેતાને ખેડુતો પાસે લૂંટફાટ કરવા જ લાયસન્સ આપતા તેવી ગંભીરતા જોવા મળી. આમ વેપારીઓ દ્વારા ખાતર નહી આપી બીજા અન્ય ખેડુતોને ઉંચા ભાવે આપી કાળાબજાર કરવામાં આવતુ હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે. જ્યારે થોડા સમય પહેલા સરકાર દ્વારા બાયોમેટ્રીક રીતે ખાતરનું વેચાણ કરવુ તેવા નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ પધ્ધતિમાં ખેડુતને આધારકાર્ડની ઝેરોક્ષ ફરજીયાત લઇ જવાની અને ખાતર લેતા સમયે પોતાનો અંગુઠો આપવો ફરજીયાત હતો. જેમાં વેપારીઓ દ્વારા આધારકાર્ડની ઝેરોક્ષ લઇ ખેડુતના નામે ગમે તેટલી ખાતરની બેગ ઉધારી દેવામાં આવે છે. સરકાર દ્વારા ખાતરનો ઉપયોગ ઓછો કરવા માટે નિમ કોટેડ યુરિયા ખાતર ખેડુતોને આપવામાં આવે છે.
ત્યારે રામદેવ એગ્રો સંચાલકના માલિકે એક પણ નિયમનો પાલન કર્યો તેવુ જણાય આવ્યું નથી. અધિકારીઓને કાર્યવાહી કરવા વારંવાર ટેલિફોન સંવાદ કરવા છતા કાર્યવાહી માટે આવ્યા નહી બે જવાબદાર અધિકારીઓના કારણે ગરીબ ખેડુતો લુંટાવવા મજબુર બન્યા છે અને ખેડુતો આગળ લાવવા માટે જે સરકારના પ્રયાસો થાય છે. તેનાથી વિપરીત કામગીરી કરતા હોય તેમ જણાય આવે છે.
ઝાલોદ રામદેવ સંચાલકના દ્વારા સરકાર માન્ય ખાતરનું અનધિકૃત રીતે વેચાણ થતું હોવાની વિગતો જાણવા છતાં પણ અધિકારી દ્વારા શું કડક કાર્યવાહી થશે યા પછી પૈસાના જોરે બેફામ રીતે લુટફાટ માટે લાયન્સ ચાલુ જ રેહશે. તે ગંભીર પ્રશ્ર્ન છે.
રામદેવના સંચાલકના દ્વારા ખાતરના ઉચા ભાવ લેવા, બિલ વગર ખાતર વિતરણ કરવુ અંગુઠા વગર ખાતર વિતરણ કરવુ, તેમજ સંચાલકની ગેરહાજરીમાં વેચાણ થવુ જેવી વિવિધ ગંભીર બેદકારી જણાઈ આવી હતી. ત્યારે ગેરકાયદેસર રીતે વિતરણ કરવા બદલ શું કડક કાર્યવાહી કરવામા આવશે અથવા પૈસાના જોરે આવા વ્યકિતઓ પર કાર્યવાહીમા વિલંબ કરાશે તે જોવાનુ રહ્યુ ….?